________________
જ છે. તેથી તેનો ત્યાગ કરી અધ્યાત્મના અર્થીજનોએ અધર્મી જનોની ઉપેક્ષા જ કરવી જોઈએ. અધર્મી જનો ધર્મમાં સહાયક બનતા નથી. અને અધ્યાત્મના અર્થી જનોને સંસારના સુખાદિ માટે સહાયની જરૂર નથી. તેથી ખરી રીતે અધર્મી જનો પ્રત્યે રાગાદિ કરવાનું કોઈ જ કારણ નથી. અનાદિકાળના કુસંસ્કારો આત્માને એ દિશામાં જવા દેતા નથી. તેથી જ અધ્યાત્મભાવની પ્રાપ્તિ પણ થતી નથી. જેની સાથે આપણને કોઈ જ સંબંધ નથી, એવા અધર્મી જનોની પ્રત્યે રાગ-દ્વેષ કરીને ઉપેક્ષાભાવનાને પરિણતિશુદ્ધ બનાવી શકાશે નહિ. ઉપેક્ષાભાવનાને પરિણતિશુદ્ધ બનાવવા માટે અધર્મી જનોની પ્રત્યે ઉપેક્ષા જ સેવવી જોઈએ.
આ રીતે સુખી જનોની પ્રત્યે ઈર્ષ્યા, દુ:ખિતોની ઉપેક્ષા, પુણ્ય(સુકૃત) પ્રત્યે દ્વેષ અને અધર્મીને વિશે રાગ-દ્વેષ : આ બધાનો પરિહાર કરનાર અધ્યાત્માર્થી પુણ્યાત્મા મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા-આ ચાર આત્મપરિણતિશુદ્ધ ભાવનાઓને પ્રાપ્ત કરી અધ્યાત્મને પ્રાપ્ત કરે. જે પુણ્યાત્માઓને અધ્યાત્મ, ભાવના વગેરે યોગની સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે, એવા નિષ્પન્નયોગીજનોનું ચિત્ત મૈત્રી વગેરે ભાવોથી રહિત હોય છે અને સદ્બોધવાળું સ્વભાવથી જ પરાર્થની નિષ્પત્તિના સારવાળું હોય છે. એમની દરેક પ્રવૃત્તિ, બીજાના ઉપકારને સ્વભાવથી જ કરવામાં તત્પર હોય છે. પરંતુ જેમને અધ્યાત્માદિ યોગની સિદ્ધિ થઈ નથી એવા યોગારંભક આત્માઓને યોગના અભ્યાસથી જ સુખી જનોની ઈર્ષ્યા વગેરેના ત્યાગ દ્વારા મૈત્રી વગેરે ભાવોની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે “શ્રી વીતરાગપરમાત્માના
66
ruprooters ૧૩ ૧૦ન
10@Y