________________
ન બને. મૈત્રીભાવનાને આત્મપરિણતિથી શુદ્ધ બનાવવા સુખી જનોની ઈર્ષ્યાનો ત્યાગ કર્યા વિના ચાલે એવું નથી. સ્વજન હોય કે પરજન હોય, ઉપકારી હોય કે અનુપકારી હોય અને પરિચિત હોય કે અપરિચિત હોય; કોઈ પણ આત્માના સુખને જોઈને ઈર્ષ્યા ન કરતાં આ બધાનું સુખિત્વ(સુખ) બરાબર છે એમ મનમાં વિચારવું જોઈએ. સુખીની ઈર્ષ્યા કરનારા આવી વિચારણા કરતા ન હોવાથી તેમને પરિણતિશુદ્ધ મૈત્રીભાવની પ્રાપ્તિ થતી નથી.
દુઃખિત જનોની ઉપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ દુઃખી જનોને જોઈને કઈ રીતે આ જીવો દુઃખથી મુક્ત થાય આવી કૃપાનો ત્યાગ કરવો નહિ. કરુણાભાવનાને વિશુદ્ધ, બનાવવા માટે બીજાને દુઃખી જોઈને તેના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરવાનું આવશ્યક છે. સામર્થ્ય હોવા છતાં બીજાના દુઃખનો પ્રતીકાર કરવાનો ભાવ ન હોય તો આત્માના પરિણામ નિર્ધ્વસ બને છે. એ પરિણામ અધ્યાત્મપ્રાપ્તિનો અવરોધ કરે છે. આમ પણ, વ્યવહારમાં પણ એ પરિણામ તદ્દન નીચા કક્ષાનો મનાય છે. છતી શક્તિએ બીજાના દુઃખને દૂર કરવાની ભાવના ન હોય તો તે માણસને કોઈ સારો તો ન જ માને. એવું નિષ્ફર જીવન જીવનારને અધ્યાત્મભાવ પ્રાપ્ત ન થાય. આપણે આપણા દુઃખને દૂર કરવા શક્તિ ઉપરાંત પ્રયત્ન કરતા હોઈએ અને છતી શક્તિએ બીજાના દુઃખને દૂર કરવાની ઉપેક્ષા કરીએ-તે એક ભયંકર નિષ્ફરતા છે. અધ્યાત્મનો સ્વીકાર કરવામાં એ મોટો અવરોધ છે. તેથી અધ્યાત્મના સમાશ્રયણ માટે દુઃખિતની ઉપેક્ષા કરવાનું ત્યજવું જોઈએ એ સમજી શકાય છે.