Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ सुखीय दुःखितोपेक्षां, पुण्यद्वेषमधर्मिषु । रागद्वेषौ त्यजन्नेता, लब्ध्वाध्यात्मं समाश्रयेत् ॥ १८- ७॥ “સુખી જનોને વિશે ઈર્ષ્યા; દુ:ખી જનોને વિશે ઉપેક્ષા; પ્રાણીઓના સુકૃત-પુણ્યને વિશે દ્વેષ અને અધર્મી જનોને વિશે રાગદ્વેષનો ત્યાગ કરવા વડે પરિણતિશુદ્ધ એવી મૈત્રી વગેરે ભાવનાઓને પામીને અધ્યાત્મનો સારી રીતે આશ્રય કરવો જોઈએ.’’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ કરવો જોઈએ. કહેવાનો આશય એ છે કે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ અનુક્રમે સુખી જનોને વિશે ઈર્ષ્યા અને દુ:ખીઓની ઉપેક્ષા વગેરેના પરિહારનું કારણ છે. મૈત્રી વગેરે ભાવનાથી સુખી જનોની ઈર્ષ્યા વગેરેનો ત્યાગ સિદ્ધ થાય છે. અને તેથી મૈત્રી વગેરે ભાવનાઓ આત્મામાં પરિણામ પામે છે. આત્મપરિણત એવી ચાર ભાવનાઓને પ્રાપ્ત કરીને અધ્યાત્મનો સારી રીતે સ્વીકાર કરવો જોઈએ. અધ્યાત્મભાવના સમાશ્રયણ માટે એ મૂળભૂત યોગ્યતા છે. અધ્યાત્મના અર્થીઓએ સુખી જનોને જોઈને ઈર્ષ્યા ના કરવી જોઈએ. અનાદિકાળના કુસંસ્કારોને લઈને જીવને પ્રાય: સુખી જનોને જોઈને ઈર્ષ્યા ઉત્પન્ન થતી હોય છે. કંઈકેટલીય જાતિની એ ઈર્ષ્યા છે. અનેક પ્રકારના જીવો છે અને તેમનાં સુખો પણ અનેક પ્રકારનાં છે. એ બધામાં ઈર્ષ્યા કરવાથી આપણને કોઈ જ લાભ નથી અને સામી વ્યક્તિને એથી કોઈ જ નુકસાન નથી. જે કોઈ નુકસાન છે, તે આપણને પોતાને છે. એક બાજુ બધાય જીવોના સુખની ભાવના ભાવવી અને બીજી બાજુ સુખીની ઈર્ષ્યા કરવી : એ બેનો મેળ કઈ રીતે બેસે ? આવી ભાવના આત્મપરિણત 1955px ૧૦ xxx

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58