________________
“અહિત, અકાળ, સુખ અને સર્વત્ર અસારને વિશે કરુણાથી, અનુબંધથી, નિર્વેદથી અને તત્ત્વચિંતનથી માધ્યચ્યા સ્વરૂપ ઉપેક્ષાભાવના કહેવાય છે.”-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે માધ્યચ્યસ્વરૂપ ઉપેક્ષાભાવના છે. તે પણ ચાર પ્રકારની છે. જેના અનુક્રમે અહિત, અકાળ, સુખ અને અસાર વિષય છે અને કરુણા, અનુબંધ, નિર્વેદ અને તત્ત્વચિંતન પ્રયોજક છે.
પહેલી ઉપેક્ષાભાવના કરુણાને લઈને અહિતના વિષયમાં થતી હોય છે. જેમ કોઈ માણસ પોતાની ઈચ્છાથી અપથ્યનું સેવન કરતો હોય ત્યારે તેનું નિવારણ કરવાના બદલે, હશે ! બિચારાને સેવવા દો.. ઈત્યાદિ સ્વરૂપ કરુણાને લઈને તેની ઉપેક્ષા કરાય છે. તે પહેલી ઉપેક્ષાભાવના છે. અનવસરે ભવિષ્યનો વિચાર કરવા સ્વરૂપ અનુબંધને લઈને બીજી ઉપેક્ષાભાવના થાય છે. જેમ કોઈ માણસ આળસના કારણે અર્થ(ધન)ના ઉપાર્જન વગેરેમાં પ્રવૃત્તિ કરતો નથી ત્યારે અર્થોપાર્જનાદિમાં અપ્રવર્તમાન એવા તેને જોઈને તેના હિતના અર્થી તેને હિતમાં(અર્થોપાર્જનાદિમાં) પ્રવર્તાવે છે. પરંતુ કોઈ વાર પરિણામ સારું નહીં આવે, એમ ધારીને એવા વખતે માધ્યશ્મ ધારણ કરે છે. તે બીજી ઉપેક્ષાભાવના છે.
સંસારના સુખના વિષયમાં નિર્વેદને લઈને ત્રીજી ઉપેક્ષા ભાવના થતી હોય છે. સંસારના સુખ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે સંસારના સુખ પ્રત્યે ઉપેક્ષાભાવ પ્રગટે છે, તે ત્રીજી ઉપેક્ષાભાવના છે. સંસારનું સુખ બહુતરદુઃખથી અનુવિદ્ધ હોવાથી દુઃખમાં અને સંસારના સુખમાં કોઈ અત્યંત વિશેષતાને નહિ માનવાથી અસાર એવા તે સુખમાં નિર્વેદ