Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ છે, જેનું તાત્પર્ય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.૧૮-૪ મુદિતાભાવનાનું નિરૂપણ કરાય છેआपातरम्ये सद्धेतावनुबन्धयुते परे । सन्तुष्टिर्मुदिता नाम, सर्वेषां प्राणिनां सुखे ॥१८-५॥ “તત્કાળ રમણીય, સહેતુવાળા, અનુબંધથી યુક્ત અને શ્રેષ્ઠ કોટિના બધા પ્રાણીઓના તે તે સુખને વિશે જે સંતુષ્ટિ(સંતોષ) છે, તેને મુદિતાભાવના કહેવાય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે-સામાન્ય રીતે બધા પ્રાણીઓના સુખમાં સંતુષ્ટ થવા સ્વરૂપ મુદિતા ભાવના છે. પ્રાય: બીજાઓને સુખી જોવાથી જીવને ઈર્ષ્યાદિ પરિણામ પ્રાપ્ત થતા હોય છે. એ અપેક્ષાએ થોડી સારી પરિણતિ જન્મે તો પોતાના સગા-સંબંધીઓના સુખને જોઈને સંતોષ થાય પણ ખરો ! પરંતુ તે મુદિતાભાવના નથી. સુખને જોઈને ઈર્ષ્યા થવી ના જોઈએ અને સગાસંબંધી જનોના જ સુખને જોઈને નહિ પરંતુ પ્રાણીમાત્રના સુખને જોઈને સંતોષ થવો જોઈએ, તો જ મુદિતાભાવનાનો પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મુદિતાભાવનાનો વિષય સુખ છે. તેના ચાર પ્રકારને આશ્રયીને મુદિતાભાવનાના પણ ચાર પ્રકાર છે. આપાતરમ્ય સુખના વિષયમાં પહેલી મુદિતાભાવના છે. અપથ્ય એવા આહારના ભક્ષણથી વર્તમાનમાં તૃમિ થાય છે પરંતુ કાલાંતરે પરિણામ સારું નથી આવતું. તેની જેમ તત્કાળ(ભોગકાળ)રમણીય અને પરિણામે અસુંદર એવા સ્વપરનાં વિષયજન્ય સુખોમાં સંતોષ થવા સ્વરૂપ પ્રથમ શાહજાહાહાહાહાહાહાહા જાણો

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58