Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ કોઈ સગપણ નથી, પરંતુ પોતાના પૂર્વપુરુષોને અથવા પોતાને આશ્રયે જેઓ રહે છે એવા સ્વપ્રતિપન્ન જીવોના હિતની ચિંતા સ્વરૂપ ત્રીજી મૈત્રી છે અને જેઓ ઉપકારી, સ્વકીય કે સ્વપ્રતિપન્ન પણ નથી એવા બધા જીવોના હિતની ઈચ્છા સ્વરૂપ અખિલ જીવોની ચોથી મૈત્રી છે. આ ચાર પ્રકારની મૈત્રીને વર્ણવતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે-ઉપકારી, સ્વજન, ઈતર અને સામાન્ય જનોના હિતની ભાવનાને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મૈત્રી કહેવાય છે. (જુઓ ષોડશક-૧૩-૯)... ઈત્યાદિ સ્પષ્ટ છે. I૧૮-૩ કરુણાભાવનાનું નિરૂપણ કરાય છેकरुणा दुःखहानेच्छा, मोहाद् दुःखितदर्शनात् । संवेगाच्च स्वभावाच्च, प्रीतिमत्स्वपरेषु च ॥१८-४॥ “બીજાનાં દુઃખોને દૂર કરવાની ઈચ્છાને કરુણા કહેવાય છે. મોહના કારણે થનારી, દુખિતને જોવાથી થનારી, સંવેગના કારણે પ્રીતિમ જનોને વિશે થનારી અને પ્રીતિમ ન હોય તોય સામાન્ય જનોને વિશે સ્વભાવથી થનારી જે કરુણા છે; તે અપેક્ષાએ કરુણા ચાર પ્રકારની છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે દુઃખ પરિહાર કરવાની ઈચ્છાને કરુણા કહેવાય છે, જે ચાર પ્રકારની છે. એમાંની એક કરુણા મોહથી અર્થા અજ્ઞાનથી થતી હોય છે. માંદા માણસે અપથ્યની માંગણી કર્યા પછી તેને અપથ્ય આપવાની જે ઈચ્છા થાય તેવી ઈચ્છા જેવી આ પ્રથમ કરુણા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58