________________
હોય છે. દુઃખીના દર્શનથી બીજી કરુણા થાય છે. દીન, અનાથ, પાંગળી... વગેરે દુ:ખીને જોવાથી તેમને લોક-પ્રસિદ્ધ રીતે આહાર, વસ્ત્ર અને પાત્ર વગેરે આપવાથી આ બીજી કરુણા થાય છે. અહીં સામા માણસના દુઃખ દૂર કરતી વખતે તેના વર્તમાનના હિતાહિતની થોડીઘણી ચિંતા હોય છે, જે પહેલી મોહથી થનારી કરુણા વખતે હોતી નથી. માંગ્યું, એટલે આપી દીધું. પરંતુ તેથી લેનારનું શું થશે ? એને એ હિતકર છે કે નહિ ? તેને તે નડશે તો નહિ ને ?... ઈત્યાદિની ચિંતા પહેલી કરુણામાં હોતી નથી.
પોતાની પ્રત્યે પ્રીતિ ધારણ કરતા હોય એવા સુખીજનોને વિશે પણ મોક્ષની અભિલાષા-સંવેગથી સાંસારિક દુઃખ(સંસારસ્વરૂપ દુઃખ)થી રક્ષણ કરવાની જે ઈચ્છા છવસ્થ આત્માને હોય છે તેને ત્રીજી કરુણાભાવના કહેવાય છે. ચોથી કરુણાભાવના કેવલજ્ઞાનીભગવંતોની જેમ, સર્વજીવો ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા મહામુનિઓને હોય છે. તેઓ સ્વભાવથી જ પોતાની સાથે પ્રીતિમત્તા(પ્રીતિ)નો સંબંધ હોય કે ન પણ હોય તો ય બધા જ પ્રાણીઓને વિશે તેવા પ્રકારની સાંસારિક દુ:ખથી રક્ષણ કરવાની ઈચ્છાને ધારણ કરતા હોય છે. ત્રીજી અને ચોથી કરુણામાં વિષયનું સામ્ય હોવા છતાં ઈચ્છાદિનું તારતમ્ય છે. સામાન્ય રીતે વચનાનુષ્ઠાન અને અસહ્વાનુષ્ઠાનમાં જે ફરક છે એવો ફરક ત્રીજી અને ચોથી કરુણાભાવનામાં છે. આ વિષયમાં શ્રી ષોડશક પ્રકરણમાં ફરમાવ્યું છે કે-મોહ(અજ્ઞાન)ના કારણે થતી, અસુખી(દુઃખી)ઓને વિશે થતી, મોક્ષની અભિલાષાથી થતી અને હિતબુદ્ધિથી થતી-એમ ચાર પ્રકારની કરુણાભાવના