________________
મુદિતાભાવના છે. જેના હેતુઓ સુંદર છે એવા સુખના વિષયમાં બીજી મુદિતાભાવના હોય છે. જેમાં સારી રીતે હિત જોવાયું છે એવા હિતકર અને પરિમિત આહારના પરિભોગથી પ્રાપ્ત થતા મધુરરસના આસ્વાદના સુખ જેવા વિષયસુખના વિષયમાં બીજી મુદિતાભાવના હોય છે.
અનુબંધ(પરંપરા)યુક્ત સુખના વિષયમાં ત્રીજી મુદિતા ભાવના હોય છે. દેવ અને મનુષ્યનાં જન્મોને વિશે ઉત્તરોત્તર અવ્યવચ્છિન્ન(નિરંતર)પણે સુખની પરંપરા સાથે કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ સ્વરૂપ આ ભવ અને પરભવ સંબંધી સુખને વિશે સંતોષ પામવાથી ત્રીજી મુદિતાભાવના પ્રાપ્ત થાય છે. પર-પ્રકૃષ્ટ એવા પરમસુખના વિષયમાં ચોથી મુદિતાભાવના હોય છે. સર્વથા મોહક્ષય થયે છતે શ્રી વીતરાગાવસ્થામાં તેમ જ મોહાદિના ઉપશમાદિ થયે છતે અંશતઃ શ્રી વીતરાગતુલ્ય દશામાં જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે, તેમાં સંતોષ થવાથી ચોથી મુદિતાભાવનાનો પરિણામ પ્રાપ્ત થાય છે. શ્રી ષોડશકપ્રકરણમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે સુખમાત્રમાં; સહેતુવાળા સુખમાં અનુબંધયુક્ત સુખમાં તેમ જ પર(પરમ)સુખમાં અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મુદિતાભાવના હોય છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ છે. ૧૮-૪ો
છેલ્લી ઉપેક્ષાભાવનાનું નિરૂપણ કરાય છેकरुणातोऽनुबन्धाच्च, निर्वेदात्तत्त्वचिन्तनात् । उपेक्षा ह्यहितेऽकाले, सुखे सारे च सर्वतः ॥१८-६॥