Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પ્રથમ: સર્વાં।
ઉત્તમ માણસ અને પુષ્પોમાં શું તફાવત છે ? (અર્થાત્ કંઇ પણ તફાવત નથી.) કા૨ણ કે ગુણોથી (પક્ષે-દોરીઓથી) ગુંથાએલા તેઓ બન્ને દેવોના પણ મસ્તક પર પ્રાપ્ત થએલા છે. विश्वे विश्वसनीयो ना, सज्जनो जनभीतिदः । રાણામ્ય: રાત્ત, વંડો દંડધરોપમઃ ।। ૩૦ ||
માણસોને ભય આપનાર તથા ભયંકર મુખવાળા અને હસ્તગત કરેલી છે ફક્ત દંડનીતિ જ જેણે એવા (પક્ષે દંડને ધારણ કરનાર) યમ સમાન દુર્જનનો (આ) જગતમાં વિશ્વાસ કરવો નહીં (આ શ્લોકના બીજા ધ્વન્યર્થો તેની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણવા.)
खलस्यालस्यतो दास्यं, दास्यते हास्यदासताम् । छायापि विषवृक्षस्य, हंत हंति तनूधरान् ॥ ३१ ।।
આળસથી ખલ માણસની સેવા હાંસીનું દાસપણું આપશે; કેમકે, ઝેરી વૃક્ષની છાયા પણ માણસોને મારી નાખે છે. लसूनस्य खलस्यापि, को विशेषो विदृश्यते । વવતો તો હિ દુર્ગંધ, પેટાસંઘુટિતાપિ ॥ રૂ૨ ॥
લસણ અને લુચ્ચા માણસમાં પણ શું તફાવત દેખાય છે ? (અર્થાત્ કંઈ પણ તફાવત દેખાતો નથી.) કેમકે, તેઓને પેટીમાં રાખ્યા હોય તો પણ, (પક્ષે દુર્જનને દાબમાં રાખ્યો હોય તો પણ) તેઓ દુર્ગંધ (પક્ષે દુર્વચનદાન) આપે છે.
१. देवैरपिपूज्या भवन्तीति स्वोपज्ञटीकायाम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org