Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 12
________________ રાજ્ય સિંહાસનને અલંકૃત કરી રહ્યા છે. શહેરમાં સુંદર બજારે અને રસ્તાઓ, સ્કૂલ, કોલેજ, દેવમંદિર, વિદ્યાલય, જ્ઞાનાલય, પુસ્તકાલય, સેન્ટ્રલ લાયબ્રેરી, ધર્મશાળાઓ તેમજ સ્થળે સ્થળે વિશ્રાંતિભુવન, બાગબગીચા અને લતાકું જેથી શહેરની સેના અનેખી બની છે. વળી શહેરની શાળામાં વૃદ્ધિ કરનાર નજરબાગ, કમાઠી બાગ, તથા જૈન જ્ઞાનમંદિર ઘણું જ દર્શનીય છે. જેના જ્ઞાનમંદિરમાં જૈન તેમજ જૈનેતર સાંપ્રદાયિક પ્રાચીન અને અર્વાચીન પુસ્તકોને પૂર્ણ સંગ્રહ કરવામાં આવેલ છે, આથી મહારાજાધિરાજ, પ્રજાપ્રિય શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ મહારાજશ્રીને વિદ્યા અને ધર્મ પ્રત્યે કેટલે પ્રેમ છે તે ઉપરોક્ત દર્શાવેલ સ્થળેથી સહજ વાંચક મહાશયને માલુમ થાય છે. શહેરની નજદીકમાં આવેલી શ્રીમતી “વિશ્વામિત્રી” સરિતાની શોભા વર્ણવતાં ઘણું જ આશ્ચર્ય થાય છે કે આ ભગવતી, પિતે નાનકડી છતાં ગુણોથી ગરિષ્ઠ બની વડેદરા શહેરની પવિત્ર ભૂમિને પિતાના નિર્મળ ઝરણાથી તૃષાતુર જીવોને શાંત કરી, પોતાનું નામ “વિજૅકમિત્રી ” તરિકે સાર્થક કર્યું છે. નીતિકાર પણ જણાવે છે કે “યથા નામ તથા ગુણ:” જેવું નામ હોય તેવા જ ગુણે હોય તે નામની સાર્થકતા લેખાય છે; નહિંતર જગતજનની હસીનું પાત્ર બને છે. ભગવતી “ વિશ્વામિત્રી એ મહાત્મા વિશ્વામિત્ર” મહર્ષીના મહાપ્રભાવિક વચનોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108