Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૩૩
લકોને ભારે દુઃખ થયું અને આપશ્રીજીને બીજા ચોમાસા માટે ભરચક પ્રાર્થના કરી અને એક વિદ્યાલય સ્થાપન કરવા કબૂલ કર્યું. સં. ૧૯૭૦નું બીજું ચોમાસું મુંબઈમાં જ થયું અને શાસનેન્નતિના અનેક કાર્યો થયાં. આપના દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તન, મન અને ધનથી સંપૂર્ણ સહાય કરવા કેટલાક શેઠીઆઓએ પ્રતિજ્ઞા કરી. લકોને આટલેથી પણ સંતેષ ન થયું. ત્રીજા ચોમાસા માટે વિનંતિ કરી, પરંતુ આપને પંજાબ જવાની ઉતાવળ હેવાના કારણે આપે વિહાર કર્યો અને આપના શિષ્ય ગુરૂઆજ્ઞાપાલક પ્રખરશિક્ષા પ્રચારક શ્રી લલિતવિજયજી ( હાલ આચાર્ય મહારાજશ્રી ) મહારાજને અહીં મોકલ્યા. તેઓએ સં. ૧૯૭૧માં આપશ્રીજીની આજ્ઞાનુસાર સંસ્થા(વિદ્યાલય)ની સ્થાપના કરી. આજે આ સંસ્થા અખિલ ભારત એવં યુરેપ તથા અમેરિકામાં પણ પ્રખ્યાતિ પામેલ છે.
ગ્રામાનુગ્રામ વિચરતાં કરચલિયાં પધાર્યા. લોકોને દેરાસર બંધાવવા ઉપદેશ કર્યો અને પાસેના વાણીયા ગામમાં શ્રી પરમામાની જે મૂતિ હતી તેને લાવવા અહીંના લોકેએ બહું પ્રયત્ન કર્યા હતા પણ નિષ્ફળ નિવડ્યા હતા. આપ લેકને સાથે લઈ તે સ્થાન પર પધાર્યા અને ભારે ધામધુમતી સાથે પ્રભુને કરચલિયામાં લઈ આવ્યા. અહીંથી આપ સુરત પધાર્યા. ચોમાસું પણ સુરતમાં જ થયું. બાદમાં શ્રી તીર્થાધિરાજની યાત્રાર્થે પધાર્યા. યાત્રાને લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org