Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
સમાધાની થઈ અને કેટલાંક વર્ષોથી જે નવકારસીનું જમણુ બંધ થએલું હતું તે ચાલુ થયું. પુના શહેરમાં નગર પ્રવેશ ઘણું જ ધામધૂમથી થયે અને શ્રી સંઘના આગ્રહથી ચોમાસું પણ અત્રે જ થયું. કેલેજોમાં આપે જાહેર ભાષણે આપ્યાં વળી શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરીની સ્થાપના કરી. આપશ્રીજીના ઉપદેશથી સર્વે માન્ય તાવાળા એક સાથે ધર્મક્રિયામાં બેસવા લાગ્યા. શ્રી સંઘની વિનંતિથી અહીં ઉપધાન કરાવ્યાં. માલારોપણના મહોત્સવ પછી વિહાર કરી ઘડગામ, અહમદનગર આદિ થઈ યેવલા પધાર્યા. અહીં મણુંબાઈના તરફથી આપશ્રીના કરકમલોથી સાનંદ પ્રતિષ્ઠા મહોત્સવ થયે. પછી શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનના દર્શનાર્થે પધાર્યા, પચીસ દિવસ થિરતા કરી. અહીં ચારે દિશામાંથી લોકો આપશ્રીનાં દર્શન માટે અને પિતાના ગામમાં પધારવાની વિનંતિ કરવા આવ્યા. અહીં પ્રતિમાજી, અધર છે. પહેલાં આ પ્રતિમાજી નીચેથી ઘોડેસ્વાર નીકળી શકે તેટલા અધર હતા, પરંતુ કાળના મહિમાએ આજે માત્ર અંગલુહાણું નીકળે તેટલા અધર છે. અહીં બાલાપુરનિવાસી શેઠ લાલચંદ ખુશાલચંદે શ્રી નવપદજીની ઓળી કરાવી. શ્રી મહાવીર જયંતી પણ અહીં જ ઉજવાઈ. આ પ્રસંગે યાત્રાળુઓને પડતી અગવડતા દૂર કરવા માટે ધર્મશાળાને ઉપદેશ આપે અને શ્રી સંઘે આપશ્રીજીના વચનને વધાવી લીધું અને તેના ફળસ્વરૂપે આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org