Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
સૌ કોઈ એકી અવાજે ઉરચારતા હતા કે અમે અમારી ઉમરમાં નગરપ્રવેશની આવી ધામધૂમ પહેલી જ વાર જોઈ છે !
આ શુભ પ્રસંગે એક વિશિષ્ટ વાત એ બની કે આપશ્રીજીની પધારવાની ખુશાલીમાં અત્રે(ખંભાત)ની મ્યુનિનિસીપાલટીએ નગરપ્રવેશના દિવસે આખા શહેરમાં જીવહિંસા બંધ કરાવી, સંખ્યાબંધ પંચેંદ્રિય અને અભયદાન આપી આપનું બહુમાન કર્યું હતું. ખુદ નામદાર નવાબ સાહેબના રસોઈ ઘરમાં પણ એ દિવસે અભક્ષ્ય(માંસ) રંધાયું ન હતું.
તેમજ જેટલા દિવસે આ૫ ખંભાતમાં બિરાજે તેટલા દિવસ કોઈ પણ સખસ ઉંદરને પકડી કે મારી શકે નહીં એ સત પ્રબંધ મ્યુનિસીપાલટીએ કર્યો હતે. આપે મંગલાચરણમાં શ્રી સંઘને માંડવીની પિળના જૈન દહેરાસર અને ભેચરાના પાડાને જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કરવાને સચોટ ઉપદેશ આપે. અને આ બન્ને કાર્યો આપના શુભ હસ્તે સફળતાપૂર્વક થયાં. શ્રીમાન દિવાન સાહેબની અધ્યક્ષતામાં શ્રી આત્માનંદ શતાબ્દિ મહોત્સવ પણ ઉજવાયે. અત્રે આપને પંજાબ પધારવાની ઉતાવળ હોવાથી કેવળ ચાર દિવસ રોકાવાનું હતું, પણ ભાવી પ્રબલ. આપના પ્રશિષ્ય યુવાન મુનિરાજશ્રી ચરણવિજયજી મહારાજ અચાનક બિમારીમાં સપડાઈ ગયા. બિમારી વધતી ગઈ, ઘણા ઘણા વૈદ્યો–ડેકટરના ઉપચાર કરાવ્યા, યણ શાંતિ ન થઈ જેથી વધુ રોકાવાનું થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org