Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૮૦.
ભાઈચંદ કશળચંદની પેઢી કે જેઓએ જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરાવી હતી એઓની તરફથી જ શ્રી કષભદેવ ભગવાનની ચરણપાદુકા અને સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી (આત્મારામજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી, સાંજરે વિહાર કરી શેઠ દલપતભાઈના બંગલે રહ્યા. - બોરસદથી વિહાર કરી પંન્યાસજી શ્રી સમુદ્રવિજયજી અદિ અને વડોદરાથી મુનિશ્રી વિશુદ્ધવિજયજી મહારાજ આવી મળ્યા.
અત્રે સર્વ સાધુસમુદાયની સાથે વિહાર કરી જીત્રા માતર આદિ અનેક ગામોમાં ઉપદેશામૃતનું પાન કરાવતાં અમદાવાદ પધાર્યા. અત્રે ઉજમબાઈની ધર્મશાળા-લુણશાવાડા-કીકાભઠ્ઠની પોળ–શામળાની પોળ-શાહપુર આદિમાં પધારી વ્યાખ્યાન આપ્યાં.
શાહપુરમાં ડેકટર ચીમનલાલભાઈએ સજોડે તથા બીજા કેટલાક ભાઈબંનેએ અને કીકાભટ્ટની પિળમાં શેઠ. કુલચંદભાઈ વિગેરેએ ચતુર્થ વ્રત આદિ ઉચ્ચર્યા.
અત્રેથી વિહાર કરી, સેરીસા, ભેયણ, શંખેશ્વરજી આદિ તીર્થોની યાત્રા કરતાં રાધનપુર પધાર્યા.
પાટણથી મુનિરાજ શ્રી ઉત્તમવિજ્યજી મહારાજ, વિદ્વદર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી વસંતવિજયજી તથા શ્રી રમણિકવિજયજી મહારાજ પણ પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org