Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
પાટણથી વિદ્વાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, શ્રી વસંતવિજયજી, શ્રીરમણિકવિજયજી મહારાજ આદિ પધાર્યા હતા, અને સ્વગય ઉપાધ્યાય શ્રીહનવિજયજી મહારાજના શિષ્ય રવિવિજયજી મહારાજ આપશ્રીની સેવામાં હાજર થયા હતા.
ઉજમણુની પૂર્ણાહુતી પછી આપે શ્રી મુનિસંમેલનમાં સંમિલિત થવા અમદાવાદ તરફ પ્રયાણ કર્યું અને પાટણ પધાયા. અહીં શ્રી હંસવિજયજી મહારાજ સાહેબની તબીઅત દેખી ચિંતિત થયા અને આપે ફરમાવ્યું કે “આવી સ્થિતિમાં આપને મૂકી મારાથી જઈ શકાય નહીં.” અવસરના જાણકાર શ્રી હંસવિજયજી મહારાજ સાહેબે આપશ્રીને જવાની ભાવપૂર્વક પ્રેરણું કરી, તેથી અને શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબની ઈચ્છાને માન આપી આપે વિહાર કર્યો. પેથાપુર નજદીક રાંધેજા ગામમાં શ્રી હંસવિજયજી મહારાજ સાહેબના સ્વર્ગવાસના દુઃખદ સમાચાર મળ્યા. આપને તેમજ સારા સાધુસમુદાયને બહુ જ દુઃખ થયું. રાત્રિના સમાચાર મળવાથી સવારના દેવવંદનાદિ ક્રિયા કરી અને દેહગામ પધાર્યા. અહીં શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજની પ્રેરણાથી સત્તર સમુદાયના આગેવાન સાધુઓની એક મિટિંગ આપશ્રીજીની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક થઈ અને સાધુસંમેલનની સફળતા ઉપર કેટલાક વિચારો કર્યા. અત્રેથી વિહાર કરી ભેડા પધાર્યા. અહીં શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી તથા મુનિરાજ શ્રી માનવિજય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org