Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
સમારેહથી પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે પાંચ તીર્થોની રચના કરવામાં આવેલ. આખાયે ગામને જમણુ આપવામાં આવેલ. અત્રેથી વિહાર કરી બુહારી પધાર્યા. અહીં મુંબઇથી ૪૦-૫૦ આગેવાન મુંબઇ પધારવા વિનંતિ કરવા આવ્યા. એઓની આગ્રહભરી વિનંતિ આપે માન્ય રાખી. વિહાર કરી પુનઃ કરચલીયા પધારી, સાતમગામ, આઠમ ગામ થઈ ટંકારીયા પધાર્યા. મુંબઈના શેઠીયાઓની વિનંતિથી અત્રેથી સમુદ્રવિજયજી, ચરણવિજયજી, વિકાસ વિજયજીને પહેલાં મુંબઈ પહોંચી શ્રી મહાવીર જયંતી ત્યાં ઉજવવા ફરમાવ્યું. આપશ્રીજીની આજ્ઞાનુસારે તેઓ મુંબઈ પહોંચ્યા અને જયંતી ઘણું જ સમારોહથી ઉજવી.
આપ નવસારી પધાર્યા. અહીંના સંઘમાં કલેશ હિતે તેને દૂર કરી સંપ કરાવ્યું અને રકાએલ ધર્મકાર્યો પાછો શરૂ કરાવ્યાં અને શ્રી દેરાસરજીનું ખાતમુહૂર્ત કરાવ્યું. 1 સુરતના આગેવાની વિનંતિને માન્ય કરી સુરત પધાર્યા. અપૂર્વ સ્વાગત થયું. સર્વે ઉપાશ્રયના આગેવાનોએ ધામધુમ સાથે પોતાના ઉપાશ્રયમાં લઈ જઈ વ્યાખ્યાન કરાવ્યાં. અહીંથી વિહાર કરી અનેક ગ્રામ-નગરમાં થઈ વાપી પધાર્યા. અત્રે ૧૫૦ વર્ષ શ્રી સંઘમાં જે કુસંપ હતો તે આપશ્રીજીના સદુપદેશથી સંપ થયે. અત્રેથી દહેણું થઈ ગેલવડ પધાર્યા. અત્રે વરકાણુથી વિહાર કરી પંન્યાસજી મહારાજશ્રી લલિતવિજયજી મહારાજ શ્રી ઉત્તમવિજયજી મહારાજ સાહેબ આદિ આવી મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org