Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૫૩
પંન્યાસ(આચાર્ય શ્રી લલિતવિજયજી મહારાજે મુનિ શ્રી વિશુદ્ધવિજયજી, વિકાસવિજયજી ને વિક્રમવિજયજીને વડી દીક્ષા આપી. અત્રેના શ્રી સંઘની તેમજ ગેડવાડના શ્રી સંઘની વિનંતિને માન આપી બિજેવા ચૌમાસું કરવા સ્વીકારી વિહાર કર્યો. ખુડીલા, વાલી, રાતા મહાવીર, વિજાપુર, સેવાડી, લુણાવા, લાઠારા, રાણકપુર, સાદડી, ઘારાવ, દેસૂરી સુમેર, વાગેલ, નાડુલાઈ, નાડેલ થઈ પુનઃ ચોમાસું કરવા બિજેવા પધાર્યા. દેસૂરી શ્રી સંઘની વિનંતિથી સમુદ્રવિજયજી તથા સાગરવિજયજી આદિને દેસૂરી અને નાડેલની વિનંતિથી શ્રી પ્રભાવિજયજી આદિને નાડેલ ચોમાસું કરવા મોકલ્યા અને આપે વરકાણુ વિદ્યાલયને પગભર કરવા બિજેવા ગામમાં ચોમાસું કર્યું. ચોમાસામાં ગુજરાત કાઠિયાવાડ, પંજાબ આદિ દેશના લોકો આપશ્રીજીના દર્શનાર્થે આવ્યા. શ્રીજી સાહેબજીના ઉપદેશથી સંસ્થાને સારી મદદ મળી. શ્રી આત્મવલ્લભ જૈન લાયબ્રેરી યુવક મંડળની સ્થાપના થઈ ચોમાસું પૂર્ણ થતાં રાણું સ્ટેશન પધાર્યા. આખી ગડવાડના પંચેએ મળી સંસ્થાની જડ મજબૂત કરવા બીજા ચોમાસાની વિનંતિ કરી. આપશ્રીજીએ શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબ તથા શાંત મુર્તાિશ્રી હંસવિજયજી મહારાજ સાહેબના દર્શનની ઉત્કંઠા દર્શાવી અને કહ્યું કે જે તેઓની આજ્ઞા હશે તે જોઈ લેવાશે. ગેડવાડના પંચને વિદ્યાલયના નિભાવ ફંડ માટે બહાર દેશાવરમાં જવાની પ્રતિજ્ઞા કરાવી અને પંન્યાસજી મહારાજ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org