Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 10
________________ સ્વર્ગવાસી શ્રી ગુરુદેવનું જ્યાં જ્યાં ચૌમાસું હોય ત્યાં જઈને વ્યાખ્યાનવાણુને લાભ લેતા અને વર્તમાનમાં પણ આચાર્ય મહારા જના દર્શનનો લાભ અવારનવાર લઈ રહ્યા છે. શ્રી શત્રુ જય, ગિરનાર, આબુ, તારંગાઇ, સમેતશિખર, કેશરીયાનાથજી પંચતીથી આદિ અનેક તીર્થોની યાત્રા કરી તેમજ શત્રુંજય (સિદ્ધાચલ)માં રહી નવાણું યાત્રાઓ વિધિસર કરી પોતાની લક્ષ્મીને સુકૃત કાર્યોમાં ખર્ચ એનો સદુપયોગ કર્યો છે. ધર્મની લાગણે નાની ઉમ્મરથી જ થયેલ હોવાથી અનેક પ્રકારના નિયમ લીધા હતા અને તેમનું પાલન બરોબર કરી રહ્યા છે. અમૃતસરમાં શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરી સ્થાપન કરી ૧૪ વર્ષ સુધી પોતાને ખર્ચે નિભાવી શ્રી સંઘને અર્પણ કરેલ છે. પ્રતિષ્ઠાદિ શુભ પ્રસંગે પિતે પહેલાં પહોંચી જઈ દરેક કાર્યમાં અગ્રગણ્ય ભાગ લઈ ત્યાંના શ્રી સંઘને સહાયતા આપી રહેલ છે. પૂર્વ પુણ્યયોગે એઓને કુટુંબ પણું ઘણું જ સારું મળ્યું છે. સર્વે ધર્મકાર્યમાં તત્પર રહે છે. અત્યારે એવણની લગભગ ૬૩– ૬૪ વર્ષની ઉમ્મર હોવા છતાં દરેક ધર્મકાર્યમાં ખડે પગે ઊભા રહી લાભ લઈ રહ્યા છે એ સદભાગ્યની વાત છે. ઘણી સંસ્થાએના મેમ્બર તેમજ કાર્યકર્તા તરિકે સેવા આપી રહ્યા છે. એમનામાં ખાસ ઉદારતા અને નિર્મોહીતાને ગુણ અનુકરણીય છે. એમના વડીલબંધુ લાલા સેહનલાલજીએ કાળ કર્યો ને નજીકમાં જ શ્રી પર્યું. ષણાપર્વ આવ્યાં એમણે શેક વિગેરેને કારાણે મૂકી ધર્મકાર્યમાં ખૂબ રસ લીધે બિનલીમાં કેટલીક પ્રતિમાજીની અંજનશલાકા કરાવી લહાવો લીધે. આ સર્વ રવર્ગવાસી શ્રી ગુરૂદેવ તેમજ વર્તમાન શ્રી ગુરૂદેવ શ્રીમદ્વિજયવલભસૂરિજી મહારાજની કૃપાનું ફળ છે. આ પુસ્તક છપાવવા માટે આપે આર્થિક સહાય આપી ગુરુભકિતને લાભ લીધે છે તે ઘણું જ અનુકરણીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 108