Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૨૦
(૪) પંજાબના દરેક શહેરમાં શ્રી આત્માનંદ જૈન પાઠશાળા સ્થાપવી જેના ફળસ્વરૂપ અંબાલામાં શ્રી આત્માનંદ જેન હાઈકુલ ચાલતી હતી જે આજે કોલેજના નામથી પ્રસિદ્ધ થઈ છે, જેના માટે આપશ્રીજીએ ગયે વર્ષે લાંબા વિહાર કરી ગુજરાતથી પંજાબ પધાર્યા અને કેલેજનું ઉદ્ઘાટન આપશ્રીજીની અધ્યક્ષતામાં અમદાવાદનિવાસી શેઠ કસ્તુરભાઈ લાલભાઈના હાથે થયું.
(૫) ઉપરોક્ત પાઠશાળા માટે પાઈફંડની શરૂઆત કરાવી.
(૬) શ્રી આત્માનંદ જૈન માસિક પત્રિકાના રૂપમાં કાઢવું વિગેરે અનેક સ્તુત્ય કાર્યો આ અવસર ઉપર થયાં જે ઘણાં જ પ્રશંસનીય છે.
શ્રી ગુરૂમહારાજના વિયેગથી પંજાબવાસીઓને અનહદ દુઃખ થએલું હતું તેને શાંત કરવા આપે ગ્રામાનુગ્રામ વિહાર કર્યો અને કેને અમૃત પાન કરાવ્યું. બાદમાં નારેવાલના એક સભામાને દીક્ષા આપી આપના શિષ્ય બનાવ્યા. શ્રી લલિતવિજયજી નામ રાખ્યું, જેઓ આજે આચાર્ય મહારાજ સાહેબ શ્રી વિજયલલિતસૂરિજીના નામથી પ્રસિદ્ધ છે, ને આજે મારવાડ આદિ અજ્ઞાન દેશોમાં વિદ્યાપ્રચાર માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે.
આ ચોમાસામાં આપે શ્રી આચાર્ય મહારાજ સાહેબનું જીવનચરિત્ર હિન્દી ભાષામાં તૈયાર કર્યું. અહીંથી અમૃતસર પધાર્યા. જનતાએ આપશ્રીજીને શ્રી ગુરૂદેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org