Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
સ્થાપિત કરવા ઉદ્યમવંત હતી તે ભાગ્યવાન આજે ભારતવર્ષની અંદર સૂર્યની માફક પિતાના જ્ઞાન અને ચાતુર્યને પ્રકાશ ફેલાવતાં પિતાના આંગણે પધારે છે તેના દર્શનને લાભ થતું હોવાથી લોકોને આજને ઉત્સાહ અવર્ણનીય હતે. થોડા દિવસ લોકોને અમૃતપાન કરાવી સંઘ સાથે પાલીતાણા તરફ પ્રયાણ કર્યું. આ વખતે પંજાબથી એક સંઘ આપના તેમજ શ્રી તીર્થાધિરાજના દર્શનાર્થે નીકળેલ. તે રસ્તામાં ઉપરોકત સંઘને મળી ગયું અને શ્રી ગિરિરાજના દર્શન સુધી સાથે રહી, પ્રભુની યાત્રાને લાભ લીધે. આપ લીંબડી પધાર્યા. અહીંના દરબાર સાહેબે પોતાના માણસ સાથે આપશ્રીજીને કહેડાવ્યું કે “મને દર્શન આપ્યા પછી આપ આગળ પધારશે.” બીજે દિવસે દરબાર સાહેબ સપરિવાર આપશ્રીજીના દર્શનાર્થે આવ્યા. બે ત્રણ કલાક ધર્મચર્ચા થઈ. ઉપદેશામૃત સાંભળી જન્મ સફળ મનાવ્યું અને કહ્યું કે “મેં જેવી આપની પ્રશંસા સાંભળી હતી તે સત્ય નીવડી છે. આપે શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ સાહેબના ચરણમાં રહી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે ઘણું જ પ્રશંસાપાત્ર છે. આપ જરૂર પાલીતાણુથી પાછા ફરતાં મને દર્શન દઈને પાવન કરશે. ” જણાવતાં હર્ષ થાય છે કે પહેલાં પણ આ પ્રમાણે શ્રીમાન દરબાર સાહેબના પિતાશ્રી આચાર્ય મહારાજ સાહેબ શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના દર્શન માટે પધાર્યા હતા અને તેઓશ્રીના ઉપદેશામૃતનું પાન કર્યું હતું. અહીંથી આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org