Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૧૩
રત આચાર્ય મહારાજ સાહેબની સાથે મારવાડમાં પધાર્યાં. અહીં ખાલી એવ` નાડલાઈમાં આપનું સૌ પ્રથમ વ્યાખ્યાન થયું. આ વ્યાખ્યાન સાંભળી લેાકેાનાં મનમુગ્ધ થઈ ગયાં શ્રી આત્મારામજી મહારાજ સાહેબ આગળ વિચરતાં પાલી પધાર્યાં. અહીં સાત મુનિરાજોની સાથે આપની વડી દીક્ષા થઈ. શ્રી ગુરૂદેવ આત્મારામજી મહારાજ સાહેબ જોધપુર પધાર્યાં અને આપને આપના ગુરૂદેવ શ્રી હર્ષવિજયજી મહારાજ સાહેબની તીઅતના કારણે પાલી ચોમાસુ કરવું પડયું.. બાદમાં દિલ્હી પધાર્યા અહીં આપના ગુરૂમહારાજ શ્રી હર્ષોં-વિજયજી મહારાજ સાહેબના સ્વર્ગવાસ થયા. આપશ્રીને
આ બનાવથી મહુ જ દુ:ખ થયું. બાદમાં અન્ય મુનિરાજોની સાથે શ્રી આચાર્ય મહારાજ સાહેબના ચરણમાં અંબાલા પધાર્યાં અને શ્રી ગુરૂદેવને અર્જ કરી કે આપના (ગુરૂદેવના) ચરણેાની સેવાથી સેવકને કદી વરંચિત (અલગ) ન રાખે.
અ'આલા શહેરમાં એક વખત આપ શ્રી ગુરૂમહારાજની પાસે બેસી અભ્યાસ કરી રહ્યા હતા. શ્રાવકે એ શ્રી આચાર્ય મહારાજ સાહેબને પૂછ્યું “હે મહારાજ કયા પઢ રહે હૈ ? ” ગુરૂમહારાજે ઉત્તર આપ્યા કે “મૈં ઉનકે પંજાખ કે લિયે તૈયાર કર રહા હૂં. પજાળકી રક્ષાકા પાઠ પઢ રહે હૈ. ” પજાખની રક્ષા શી રીતે કરવી તે શીખી રહ્યા છે. જે વચના શ્રી ગુરૂમહારાજે ઉચ્ચાર્યાં હતા તે આપે યથાર્થ કરી બતાવ્યા છે. પુજાબ માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org