Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૧૨
આપે સાધુ યેગ્ય આવશ્યક સૂત્રે આદિનું અધ્યયન શરૂ કર્યું. પ્રથમ ચાતુર્માસ શ્રી ગુરૂદેવની સાથે અહીં જ રાધનપુરમાં કર્યું. બાદમાં માંડલગામે ગુરૂમહારાજ સાથે પધાર્યા. અહીં ખીમચંદભાઈ સપરિવાર આપશ્રીના તથા આચાર્ય મહારાજ સાહેબના દર્શનાર્થે આવ્યા. આપશ્રીને જોઈ સવેનાં હૃદય ભરાઈ આવ્યાં. છેવટે આપના કુળ એવું માતાપિતા તેમજ આપની જાતને ધન્ય મનાવતા સ્વસ્થાને ગયા.
શ્રી ગુરૂદેવની સાથે વિચરતાં આપ મહેસાણા પધાર્યા. ચાતુર્માસ પણ અહીં થયું. આપની અંદર સેવાભક્તિનાં ઉરચ ગુણે વાસ કર્યો હતે. આથી આપને શ્રી ગુરૂમહારાજે પોતાના વિશ્વાસુ એવં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે માન્યા, અને ઘણુંખરૂં લખવા આદિનું કામ શ્રી ગુરૂમહારાજ આપની પાસે કરાવવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે શ્રી ગુરૂદેવ પિતાના અંત સમયમાં લોકોને કહેતા ગયા કે “મારા ખેડેલા ક્ષેત્રોની રક્ષા કરશે, મારી બેટને વલ્લભ પૂરી કરશે ” આપે પણ ગુરૂવચન સત્ય કરી બતાવ્યું છે. આપે શ્રી ગુરૂદેવની ઈચ્છાનુસાર ઘણુ સ્તુત્ય કાર્ય કર્યા છે અને હજુ પણ પિતાની અવસ્થાની પરવા કર્યા સિવાય કર્યો જાય છે. સમાજે પણ આપનાં કાર્યોની યોગ્ય કદર કરી આપને શ્રી ગુરૂદેવના સ્થાન પર સ્થાપિત કર્યા છે.
ચેમાસું મહેસાણામાં સમાપ્ત કરી રામાનુગ્રામ વિચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org