Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૧૭
સાહેબ તરફ હસીને બેલ્યા: “મૈને વલભકે પંજાબકે લીયે તૈયાર કિયા હૈ, તુમ સમઝા કર ઉનકે ગુજરાતમેં નહીં ઉડા લે જાના.” શ્રી પ્રવર્તક જ મહારાજ સાહેબે પણ તેવી જ રીતે હસતાં હસતાં ઘણું જ નમ્રતાથી ઉત્તર આપેઃ “ગુરૂદેવ! જે આપકા કૃપાપાત્ર બના હુઆ હૈ વહ દુસરેકે નહીં ચાહતા હૈ. જીસકો અમૃત પીનેકા સ્વાદ પડ જાય વહ છાશ કદી નહીં પીતા હૈ. હું તે તેમને એ જ સલાહ આપું છું કે કોઈ પણ વખતે શ્રી ગુરૂદેવના ચરણેની સેવા નહીં છોડશે, તેમજ આપ ગુરૂદેવને પણ મારી નમ્ર પ્રાર્થના છે કે આપ ગુરૂદેવ પણ તેમને ન છોડશે. આ ભાગ્યવાનને જોઈ એટલે આનંદ મને થાય છે તેટલે ભાગ્યે જ કોઈને થતું હશે.” આ જ પણ બનેને તે જ બલકે તેથી પણ વધારે ધર્મપ્રેમ છે. આપની આચાર્ય પદવી પણ શ્રી પ્રવર્તક મહારાજ સાહેબ એવં શ્રી હંસવિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ શ્રી સુમતિવિજયની ઈચ્છાનુસાર થઈ છે, તેમજ દરેક કાર્ય આજદિન સુધી આપ તેઓની ઈચ્છા અને સલાહ પ્રમાણે જ કરે છે. આ૫માં આ ગુણ એક મહવને તેમજ પ્રશંસનીય છે.
આ ચોમાસામાં શ્રી ગુરૂદેવે તૈયાર કરેલ શ્રી તત્ત્વનિર્ણયપ્રાસાદની પ્રેસ કોપી કરવી શરૂ કરી. બાદમાં વિહાર કરી શ્રી ગુરૂદેવની સાથે ગુજરાંવાલા પધાર્યા.
શ્રી આચાર્ય મહારાજ સાહેબને શ્વાસનું દરદ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org