Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 15
________________ અસારતા અને વૈરાગ્ય ભાવનાએ ભારે જોર જમાવ્યું. આપની માતુશ્રીને પણ જન્મથી જ એ જ ઉપદેશ હતે કે “બેટા જેમ બને તેમ સંસારથી વિરક્ત બની મોક્ષને માર્ગ લે એ જ મારી સલાહ છે. ” આપે પણ માતાના સુવર્ણાક્ષરોને સાચા કરીને બતાવ્યા. દીક્ષા ભાગ્યવાને જે વસ્તુ માટે વિચાર કરે છે તે વસ્તુ તેમને અવશ્ય મળી આવે છે. અહીં પણ એમ જ બન્યું. આ સમયે આખાયે - ભારતવર્ષમાં તે શું યુરોપ તેમજ અમેરિકામાં પણ સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ સાહેબશ્રી આત્મારામજી ( વિજયાનંદસૂરિજી ) મહારાજ સાહેબનું નામ જગજાહેર હતું. ભાગ્યયોગે તેઓશ્રીનું વડોદરામાં પધારવું થયું. આપ હંમેશાં તેઓશ્રીના વ્યાખ્યાનમાં જતા, એકાંતમાં બેસી ઉપદેશ સાંભળતા, તેના ઉપર વિચાર કરતા. આ પ્રમાણે હમેશાં કરતા જે એક દિવસ આચાર્ય મહારાજ સાહેબે પૂછયું “ ભાઈ કેમ બેઠા છો?” આપ આ વખતે વિચારમાં મસ્ત હતા. એકદમ ચમકી ઉઠયા અને રડી (ઈ) પયા. શ્રી ગુરૂમહારાજે શાંત કરી પૂછયું કે “ શું તમારે ધન જોઈએ છે?” આપે હા કહી. ગુરૂમહારાજે કહ્યું “ અમારી પાસે ધન હોય નહીં, ઠીક, તમારે ધન જોઈતું હશે તે કઈ શેઠીઆ આવશે તે તમને અપાવીશું.” આપે ઉત્તર આપ્યો: ગુરૂમહારાજ, મારે તે એવું ધન આપની પાસેથી લેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108