________________
વીર ! મધુરી વાણી તારી
પછી મૌન થઈ ગયેલા કુમારના એ મૌનમાં જ માતા પોતાની વાતની સંમતિ કલ્પીને ઉતાવળા ચાલ્યા જાય છે. ઘડિયાં લગ્ન લેવાઈ જાય છે.
ભગવાન આદિનાથ પણ જ્યારે ગૃહવાસમાં હતા - હજી ભગવાન થયા ન હતા - ત્યારે તેમનો વિરાગ કેટલો વલંત હતો !
જ્યારે ઈન્દ્ર પોતાના આચારની રૂએ લગ્ન મહોત્સવની અનુમતિ માંગે છે ત્યારે અકળાઈ ગયેલા નાભિપુત્ર પોતાનું માથું નીચું નાખી દે છે. નિકાચિત ભોગકર્મ એમને પણ ફરજ પાડે છે ભોગવાસની.
કુમાર નમિની વાત કરીએ. હજી વીતરાગ નથી બન્યા ત્યારે કૃષ્ણ એમના લગ્ન માટે ગોપીઓ દ્વારા ભારે પ્રયત્નો કર્યા અને ઘણી મુશ્કેલીએ ગોપીઓએ મોનની સંમતિ મેળવીને રાજા કૃષ્ણને વધામણા આપ્યા.
તુરંત જોષીઓને બોલાવ્યા. વગર મુહૂર્ત પરાણે મુહૂર્ત કઢાવીને રાજા કૃષ્ણ કુમાર નમિનો વરઘોડો ચઢાવી દીધો.
થોડો આગળ વધ્યો ન વધ્યો ત્યાં પશુઓના ચિત્કારનું નિમિત્ત મેળવી લઈને કુમાર નમિએ રથ પાછો ફેરવી લીધો.
નિકાચિત ભોગકર્મ એટલું જ હતું; માત્ર વરઘોડે ચડવાનું - માત્ર વરરાજા બનવાનું - એ પૂર્ણ થયું કે વિરાગી નમી વીતરાગ બનવાની સાધનાના કાંટાળું પંથે ડગ માંડી ચૂક્યા.
ભાવમાં વીતરાગ બનનારા તીર્થંકરોના ગૃહવાસ પણ કેવા વિરાગોજ્જવલ હતા તે આપણે જોયું.
જેઓ ભાવમાં તીર્થંકર નથી બનવાના એવા વીતરાગ બનનારાઓના વર્તમાન પણ કેટલા ભવ્ય વિરાગથી ઓજસ્વી હોય છે કે તેઓ ગૃહવાસમાં જ વિરાગી મટીને વીતરાગ બની જાય છે.
રાજા ભરત પખંડના સામ્રાજ્યના અધિપતિ. એક લાખ બાણું હજાર સ્ત્રીઓના પતિ!
બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ જેના ચરણમાં આળોટીને પોતાના સૌભાગ્યનું અભિમાન લેતાં!
દેવો પણ જેની તહેનાતમાં રહેતા! વિશ્વની ચોદ અજાયબી જેવા ચૌદ રત્નો જેને ત્યાં સદા ઉપસ્થિત રહેતા!