________________
વીર ! મધુરી વાણી તારી
અડીને જ રહેલી બાજુની રૂમમાં સૂતેલો રહીને ગાળો દે છે પેલી રડતી સ્ત્રીને... એની નિંદ બગાડી નાંખવા બદલ ! જે સમયે એકને ત્યાંથી ઠાઠડી બહાર નીકળે છે એ જ સમયે નવદંપતી કોઈ ઘરના ખંડમાં હસતાં મલકતાં પ્રવેશ કરે છે.
30
જે સમયે કેન્સરના ભયંકર દર્દથી પીડાતો માણસ એક મકાનના પાંચમે માળેથી નીચે પડતું મૂકે છે તે જ સમયે એક શ્રીમંતનો પુત્ર લોટરીમાં નંબર જીતીને વીસ હજાર રૂપિયા મેળવીને અપૂર્વ ઠસ્સા સાતે પાંચમે માળે લિફટમાં ઉપર જઈ રહ્યો છે.
જીવ-જીવને ચાહવાના આ આત્માઓના વિશ્વમાં રાગ રોષની વિરાટકાય દિવાલો કેવી ચણાઈ ગઈ છે! એકબીજાને કોઈ કદી ન ચાહી શકે, ન જોઈ શકે, ન કોઈ કોઈનઈ આંખના આંસુ લૂછી શકે, ન કોઈના રૂદન સાંભળી શકે એવી ‘એરટાઈટ' દિવાલો બારી બારણા વિનાની ઊભેલી દિવાલો.
અને આ પણ કેવી કરુણતા કે એક બીજાના અભેદની ભાવનાને વિકસાવવા માટે અભેદની વાતો કરવાને બદલે, જડ કરી ગયેલા રોષાદિભાવોનો વિનાશ કરી દેવા પહેલાં તો બેદની ભાવનાનો જ પાયો ચણવો પડે!
ભલે ચણવો પડે... એ રીતે પણ રોષના ધુમાડા શાંત થાય, એ રીતે ય મન સ્વસ્થ થાય તો નાના-નાના સ્વાર્થના વર્તુળો ભેદી જશે. જીવાત્મા બધેથી પોતાને ભિન્ન ભિન્ન કહેતો જ્યારે સર્વથી ભિન્ન બનીને ‘સ્વ’માં સમાઈ જશે ત્યારે તરત જ એ સર્વથી અભિન્ન થઈ જશે.
ભેદ જરૂરી છે પણ એકાદ-બે કે ત્રણ ચારનો નહિ. સર્વનો.
સર્વથી બેદ પામો... દેહથી પણ ભિન્ન થાઓ. પછી સર્વ સાથેનો અભેદ આત્મામાંથી સ્વયંભૂ પ્રગટ થશે.... સર્વથી પાછા હટીને સર્વમાં ભળી જાઓ.
વાહ.... સર્વમાં એક થવા સર્વથી જુદાઈની ભાવના ભાવવાની!
કર્મરાજની કુટિલ નીતિ સાતે આવા કૌટિલ્યશાસ્ત્રના સર્વાંગીણ અધ્યયન વિના ચાલી શકે તેમ નથી.
આ વિચાર ઉપરથી આપણે એટલું તો જરૂર નક્કીકરી શક્યા કે રોષને તોડવા
રાગને તોડવો જ રહ્યો. અને જો કોઈએ રાગને તોડી પાડયો તો રોષ તો એમનો તૂટી જ પડ્યો સમજવો.
અબજોપતિ કરોડપતિ પણ છે એમ કેમ કહેવાય!
એમ.એસ. થયેલા ભાઈ મેટ્રીક પણ પાસ છે એમ કેમ કહેવાય!