________________
IL
વીર મધુરી વાણી તારી
અચરમાવર્તકળની ધર્મક્રિયાની નિષ્ફળતાઃ
અચરમાવર્તકાળમાં રહેલા દુર્ભવી જીવો ઉપર પણ તે પરમાત્માઓની કોઈ જ અસર હોતી નથી. કેમકે એ જીવો એમની સન્મુખ સાચી રીતે થતાં જ નથી. આથી જ તો મોક્ષના લક્ષ વિનાની અચરમાં વર્તકાળની તમામ ધર્મક્રિયાઓ મોક્ષસાધક બની શકતી નથી.
સ્લેટ ઉપર એકડો ઘૂંટી આપ્યા વિના બાળક પાસે લોટા કરાવતો બાપ પોતાના દીકરાને કદી એકડો શીખવી શકતો નથી.
ચાલ ચાલ કરવાથી ઈષ્ટસ્થાને જ પહોંચી શકાતું નથી. ઊકળી રહેલા દૂધને હલાવ હલાવ કરવાથી દૂધપાક જ બની જતો નથી. સર્વત્ર ઈષ્ટસિદ્ધિ માટે ક્રિયાની જરૂર છે તેમ ઈષ્ટ-લક્ષની પણ જરૂર છે.
એકડાના ચિત્રિત લક્ષ વિનાની ઘંટવાની ક્રિયા એકડો શીખવા માટે સરિયામ નિષ્ફળ જાય.
મુંબઈ જવાના લક્ષ વિના મદ્રાસ બાજુએ જ ચાલી નાંખનારો મુંબઈ જવા માટે સાવ બેવકૂફ ગણાય.
દૂધપાકના લક્ષ વિના ઊકળતા દૂધને હલાવનારો દૂધપાક ન મેળવતાં માવો જ પામે તેમાં કશી નવાઈ નથી. અને એ રીતે માવા પામી જવામાં કોી જ શાબાશી નથી.
અચરમાવર્તકાળમાં પરમાત્માની જે કાંઈ આરાધના થાય છે તે “પરમાત્મા' બનવાના-મોક્ષ પામવાના લક્ષથી સંપૂર્ણ વિહોણી હોય છે. એવા લક્ષીણાંઓને એ પરમાત્મા કદી અપવર્ગના સુખ આપી શકતા નથી.
ભલે દર્શન-વંદન, પૂજન વગેરે ક્રિયાઓ મહાનું છે! રે! રસાયણસ્વરૂપ છે. પણ રસાયણ ખાવાથી આરોગ્યનું સુખ જ મળે એવું કોણે કહ્યું? કહેનાર કોઈ હોય તો તે ગધેડાનો જ જાતભાઈ માનવ કહી શકાય! રસાયણથી પુષ્ટિ ત્યારે જ મળે જ્યારે પેટમાં મળનો ભરાવો ન હોય, ખાનાર દરદીને રોગની ખબર હોય, રોગ નાશની ભાવના હોય, કુપથ્યનું સેવન ન હોય અને પથ્યનું સેવન પણ હોય. કયાંક પણ કમીના રહે તો રસાયણ એકલું કદી પુષ્ટિ તો ન જ આપે પણ ભયંકર આપત્તિઓ લાવે... એ ફૂટી જ નીકળે.