Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 202
________________ ૨૦૨ વીર ! મધુરી વાણી તારી જ નથી કે તે પાપોથી થતાં કર્મબંધને કારણે ધર્મથી મળતા રાજ્યાદિ ભોગોમાં જીવ પાપો કરવા લાગી જાય. પરંતુ આ વાત સમ્યગ્દષ્ટિ આત્માને માટે જ સંભવિત છે. - મિથ્યાષ્ટિ આત્માની પાપ પ્રવૃત્તિ સકમ્પ સંભવતી નથી. પાપને પાપ માનવા ય તે તૈયાર હોતો નથી. ધર્મણાં થતાં પાપને તો તે એકાંતે ધર્મ જ માનતો હોય છે. બેશક આવા આત્માઓના તે પાપ તો રાજ્યાદિભોગોમાં ભાન ભુલાવી દઈને અઢળક પાપોનું જંગી ઉત્પાદન કરે જ એમાં કશી નવાઈ નથી. એટલું જ નહિ પણ મિથ્યાષ્ટિ ત્માઓના તો ધર્મો પણ પાપના કાર્ય કરનારા બની જાય છે. એક પુણ્યશાલી આત્માની ડાહી અને ગાંડી બધી જ જાતની પ્રવૃત્તિ વાહવાહનો જ વરસાદ વરસાવે, એની ઘેલી પ્રવૃત્તિમાં ય લોકો તાળીઓ બજાવે અને માનસન્માન આપે. અને નિપુણ્યકની સારામાં સારી બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ પણ લોકોમાં નિંદાપાત્ર થાય છે. પુણ્યવાનનું બધું જ વખાણાય છે. ગાંડું-ઘેલું પણ. નિષપુણ્યકનું બધું જ વખોડાય છે. બુદ્ધિપૂર્વકનું આયોજન પણ. આવું જ સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાષ્ટિ આત્માનું છે. | વિશિષ્ટ સમ્યગુદૃષ્ટિના ધર્મો અને પાપો-બધા ય કર્મક્ષય કરે. મિથ્યાદૃષ્ટિના પાપો અને ધર્મો-બધાય કર્મબંધ કરે. પ્રસ્તુતમાં લૌકિક ધર્મોમાં ઘેલા બનેલા મિથ્યાદષ્ટિ સંસારત્યાગી (દીક્ષિત)ના અગ્નિકારિકાના ધર્મની આપણે વિચારણા કરીએ છીએ. એનો આ ધર્મ નિષ્કમ્પ જીવહિંસાવાળો એ માટે ધર્મથી પ્રાપ્ત થતાં રાજ્યાદિભોગો એને પાપ જ કરાવનારા બની રહે છે. આવા આત્માઓને અસલમાં તો વિશુદ્ધ દાનાદિ ધર્મો કરવાનો ભાવ જ જાગે નહિ. એટલે અહીં એ પ્રશ્ન જ અસ્થાને છે કે, “એ દીક્ષિત આત્માઓ દાનાદિ કરીને રાજ્યભોગોનાં પાપને ધોઈ નાખે તો કેમ? પુણ્યથી પાપનાશ ન થાય? પણ આ પ્રશ્નને સામાન્યત : સર્વવ્યાપી સમજીને વિચારીએ. વસ્તુસ્થિતિ એ છે કે પાપનો નાશ પુણ્ય કરવાથી થતો નથી. લોકિક ન્યાય આનાથી બેશક વિપરીત છે, લોકોમાં તો એક શેઠના ચોપડે દસ રૂપિયા ઉધારખાતે છે. પછી પચાસ રૂપિયા જમાખાતે પડે છે. તો આ શેઠના

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216