Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 215
________________ વીર ! મધુરી વાણી તારી ૨ ૧૫ ન મુગ્ધ બની જતાં કોઈ; જ્ઞાનવર્ગીની વિદ્વત્તાને જોઈને. ન એકદમ બની પડતાં કોઈ; લાલસુ તપસ્વીના ઉગ્ર તપને જોઈને. જગતમાં નિષ્કામ ધર્મ કરનારા બહુ જ થોડા હોય, અને તેથી જ વિશુદ્ધ પુણ્યના ભોક્તાઓ ભોગસંપત્તિની ટોચને અધેલીને બેઠા છતાં એમાં પાગલ ન બનનારાઓની સંખ્યા અત્યંત મર્યાદિત જ હોય. સામાન્યતઃ થઓ વૈભવીઓની અટારીએ એવા જ આત્માઓના ચમકતા પુણ્ય જોવા મળશે જેમણે જન્માન્તરમાં સકામ ધર્મો કર્યા હશે. ભીખ માગીને ધર્મ કરનારાઓની જમાત સદા માટે મોટી જ રહેવાની. ભોગસુખને હેય મારનારાઓની દુનિયા તો કચ્છના થીબ્યુટાપુ જેવડી જ રહેવાની. ભીખીને મેળવેલા પુણ્યોના વૈભવોમાં અંજાવાનું શું? કર્મરાજના વિશાળ સામ્રાજ્યના ન્યાય જુદા છે હોં! એક ઝુંપડીનો રહેનાર ઝાઝા પાપો ન કરી શકે માટે જ એને પ્રધાનપદની ભેદ ધરીને બંગલાપતિ બનાવી દેવાતો હોય છે! કાળી શકરી ઘોર અનાચારના પાપ-કલંકે કલંકિત ન બની શકતી હોય માટે જ એના જીવને રૂપગર્વિતાના દેહમાં ગોઠવવામાં આવે છે ! સંસારમાં રહીને દંભના આંચળા ઓઢીને અઘોર પાપોની કાળી દુનિયામાં વસી ન શકાય માટે જ એ આત્માને ભગવા પહેરાવવામાં આવે છે. બુધ્ધને બુદ્ધ-વિદ્વાનું બનાવી દેવામાં કેમ આવે છે તે જાણો છો? અક્કલમંદને અક્કલવાન કેમ બનાવી દેવામાં આવે છે તે જાણો છો? સત્તાહીણાને સત્તાવાન કેમ બનાવાય છે? ગઈ કાલના ભિખારીને એક દિવસમાં કરોડપતિ કેમ બનાવાય છે? જાણો છો કર્મરાજની ભેડભરી રીત રસમોને! એની કુટિલ ચાણક્યનીતિને! એની નીચતાની પરાકાષ્ટાને! ધરતીના ઉંબરે ઊભેલાને પછાડીને પટકે તો ય કેટલું લાગે? એના બરોબર ઘડો લાડવો કરી નાંખવો હોય તો અરવલ્લીના પહાડે જ ચડાવી દેવો રહ્યો. નર્મદાના છીછરા નીરમાં શે' ડુબાવાય! ગુંગળાવીને જાન કાઢી નાંખવો હોય તો નાયગ્રાના ધોધમાં જ પટકી નંખાય છેને ?

Loading...

Page Navigation
1 ... 213 214 215 216