Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 208
________________ | | _ ૨૦૮ વીર ! મધુરી વાણી તારી કરશે તે ધર્મ કરવાની રીતે એવી હશે કે એને જોવા દ્વારા અનેકોના અંતરમાંથી લક્ષ્મીની ગાઢ મૂચ્છ ઊતારી નાંખશે. ધર્મપ્રેમી ધર્માર્થે અનીતિ પણ કરી શકે? ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે ધનપ્રેમ અને ધર્મપ્રેમ એની જ તપાસ કરવાની છે. પછી ગીતાર્થગુરુ તેને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. કટ્ટર ધનપ્રેમીને ધનથી ધર્મ કરવાનો સાફ નિષેધ કરી શકે છે. કટ્ટર ધર્મપ્રેમીને ધનથી ધર્મ કરવાની વાતમાં મૂક સંમતિ મળી શકે છે. જિનશાસન તો વ્યક્તિ-વ્યક્તિના ધર્મને જુદો કહે છે. દરેકના વિકાસનું પ્રધાન કારણ ગીતાર્થગુરુઓ જ શોધી શકે અને તે રીતે માર્ગદર્શન આપી શકે. આ પ્રક્રિયા ખૂબ જ ગૂંચવણભરી છે એટલે ગીતાર્થ સિવાય હસ્તક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી. પ્રસ્તુત પ્રકરણ તો “દીક્ષિત” આત્મા અંગેનું છે. એના માટે તો આ સુનિશ્ચિત વિધાન કરી શકાય કે પાપનો કાદવ લગાડીને ધર્મના સ્નાન કરવા કરતાં પાપ ન જ કરવું સુંદર એટલે અગ્નિકારિકાનો ધર્મ કરતાં પુણઅય બંધાયું. તેનાથી રાજ્યભોગ મળ્યા. તેના પાપ ધોવા માટે દાનધર્મ કરવો.... આ બધું ય કરવા કરતાં તો પેલી દ્રવ્યાગ્નિકારિકા જ ન કરવી સારી. પ્રશ્ન : જો આમ જ હોય તો શ્રાવકોએ જિનપૂજા પણ નહિ કરવી જોઈએ. તેનાથી પણ રાજ્યસંપત્તિ મળશે. તેમાં પાપો લાગશે. તે ધોવા દાનાદિ ધર્મ કરવા પડશે. જિનપૂજક તો મોક્ષાર્થી જ હોય ઉત્તર : ના. જિનપૂજન કરનારને રાજ્યાદિભોગો મળે એ ચોક્કસ હકીકચ છે. પરંતુ એ રાજ્ય ભોગો એને પાપો જ કરાવે તેમ નથી. કેમકે જિનપૂજન કરનાર આત્મા એ પૂજન રાજ્ય માટે કરતો નથી. (અગ્નિકારિકા તો રાજ્ય માટે જ કરવામાં આવે છે.) જિનપૂજનથી રાજ્યાદિભોગો મળી જાય એ એક જુદી વાત છે. પરંતુ રાજ્યાદિ ભોગો માટે જિનપૂજન કરવામાં આવતું નથી. એટલે વળી સમ્યગ્દષ્ટિ જિનપૂજક કદી ઈચ્છતો નથી કે આ પૂજનથી અવશ્ય મળનારા રાજ્યાદિભોગોમાં જે પાપ થશે તે બધું દાનાદિ કરીને ધોઈ નાંખીશ.” પાપ ધોઈ નાંખવાની આવી વૃત્તિમાં જ રાજ્યભોગો પ્રત્યેનું મમત્વ પ્રગટ થઈ

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216