Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 212
________________ | | |_ ૨૧૨ વીર ! મધુરી વાણી તારી જ્યારે “સુખને સુંદર' માનનારા આત્માઓ ધર્મ કરતાં ય ભોગની યાદના, પાપની નિર્ભયતાના અને સુખી પાપાતમાઓના જીવન પામવાની તીવ્ર અભિલાષાના પાપોમાં જ રાચતા હોવાથી ધર્મકરણીના સમયમાં ય મુખ્યત્વે પાપો જ બાંધતા રહે છે. બેશક ક્રિયાકાંડ રૂપ ધર્મ પણ કષ્ટસાધ્ય છે એલે શુભપુણ્યનો યોગ પણ થઈ જાય ખરો અને તેની તેઓ માનવાત્મા કે દેવાત્મા પણ બની જાય. પરંતુ તે જીવનમાં સુખની જે આગ-ભૂખ જાગે છે, વાસનાઓનો જે હુતાશન પ્રજ્વળી ઊઠે છે, અશુભસંસ્કારોમાં ભયાનક વિસ્ફોટો થતાં આત્મસુખની જે હોનારત થાય છે તે બધું ય દશ્ય અતિશય ભયંકર ન કલ્પી શકાય તેટલું તાંડવી – હોય છે. એથી જ સમજદાર માણસ ધર્મ સાથે સુખની સુંદરતાના આત્મ-ઝોકને કદી પણ સારો માનતો નથી. દીક્ષિત આત્મા પણ જો સંસાર સુખની ઈચ્છા સાથે દ્રવ્યાગ્નિકારિકા કરતો રહે તો તેનું શું પરિણામ આવે? તે આપણે જોયું. એથી જ ધર્મ કરતાં સંપત્તિનું અર્થિવ જરા ય સ્પર્શવા જેવું નથી. જે ધર્માત્માઓ સંપત્તિને સારી માનતા નથી એ ધર્માત્માઓ પણ જો એ જ જીવનના અંતે મુક્તિપદ ન પામે તો જ સ્થાનોમાં એમનો જન્મ થઈ જાય છે જ્યાં સંપત્તિની રેલમછેલ ઊડતી હોય. જેને પોતે સારી ચીજ માની નથી એ જ ચીજ એમના ગળે-આવીને બાઝે છે. એમના ચરણે દાસી બનીને પડે છે. અને... તે વખતે પણ આ ઓલિયા ધર્માત્માઓ એ સંપત્તિને એવી જ લાતો લગાવતા રહે છે. એનો ભોગ પરાણે વળગ્યો હોય તો ય એની તરફ મનનો ઝોક તો જરા ય દેખાડતા નથી. એથી જ પરાણે વળગેલા એ ભોગો જેવા છૂટા થાય છે કે આ પુણ્યાત્માઓ સર્વસંગત્યાગી ધર્માત્મા બની જવામાં પળનો ય વિલંબ કરતા નથી. આવા ધર્માત્માઓને તો જેમ ધર્મથી પાપનો નાશ કરવાની આરાધના મળી રહે છે તેમ ધર્મ સેવનની આડપેદાશમાં આવી ચૂકેલા પુણ્યનો નાશ કરવા માટે જ પુણ્યભોગના જીવન મળે છે એમની પુણ્યના નાશની આરાધના પુણ્યના ભોગવટા સ્વરૂપ હોય છે. સમગ્ર વિચારણાનો ચાર એટલો જ છે તે વિકાસ માટે મોક્ષની સન્મુખતા જ

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216