Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 210
________________ વીર ! મધુરી વાણી તારી મોક્ષપદનો જ એ રાગી હોય. મોક્ષના રાગીને બંધનના રાગની જ સંભાવના નથી પછી એનું અર્થિત્વ ક્યાં રહ્યું? એટલે જે કોઈ આત્મા હોય-સંસારી કે વેષધારી - જો તે દ્રવ્યાગ્નિકારિકા દ્વારા ભોગનો અર્થી હોય તો તેને ગૃહસ્થ જ કહેવાય. ગૃહસ્થની દ્રવ્યાગ્નિકારિકાનો આપણે અહીં વિચાર કરતા નથી. ૨૧૦ અસલમાં તો રાજ્યાદિભોગો પણ એકાંતે નુકશાન કરનારા હોતા નથી. રાજ્યાદિભોગો મળે છે માત્ર ધર્મ કરનારાઓને. ધર્મ કર્યા વિના કોઈ પણ પ્રકારનું સાંસારિક સુખ પણ પ્રાપ્ત થતું જ નથી. દુઃખમાત્ર પાપ કરવાથી જ આવે છે. ધર્મથી પ્રાપ્ત થતાં સુખો પાપ કરાવનારા બનશે કે પુણ્ય કરાવનારા થશે એનો આધાર ધમ૪ કરતી વખતના મનુષ્યના આત્મના ઝોક ઉપર છે. ધર્મ કરતો માણસ જો સંસારના સુખો માટે ધર્મ કરતો હોય તો તેનું વલણ સંસા૨ તરફ ઝૂકયું છે એમ કહેવાય. જ્યારે સંસારના સુખોને બંધન માનીને એનાથી છૂટી જઈને મુક્તિપદ પામવા માટે જે આત્માઓ ધર્મ કરતા હોય તેમનું વલણ મોક્ષ તરફ ઝૂક્યું છે એમ કહેવાય. જેનું આત્મિક વલણ સંસા૨ તરફનું હોય એ જે કાંઈ ધમ૪ કરે તેનાથી પણ પુણ્ય તો બંધાય જ અને તે પુણ્યથી વિપુલ સુખ સામગ્રી પણ મળે જ પરંતુ તે ધમ૪ તેણે સુખના રાગપૂર્વક કરેલો, એ રાગને ધર્મ કરતી વખતે પણ જીવતો રાખીને અલમસ્ત કરેલો, એટલે જ્યારે સુખો પ્રાપ્ત થાય ત્યારે તે મસ્તાન બેલો રાગ માઝા મૂકે અને ધર્મથી મળેલા એ સુખોથી ઘોર પાપાચારો સેવે. આત્માના આવા ઝોકવાળા આત્માઓ સુખ માટે પાપો કરીને તો પાપો બાંધે જ પરંતુ સુખ માટે ધર્મ કરીને ય જન્માન્તરમાં સુખ મેળવીને ઘો૨ પાપો જ બાંધે. બેશક, આ પાપો ધર્મ નથી કરાવતો. ધર્મ તો પુણ્યની સામગ્રી જ આપે પરંતુ ધર્મ કરતાં સુખ પ્રત્યેનો જે રાગ કાયમ રહી ગયોતેણે પાપો કરાવ્યા... એ પુણ્યાત્માને પાપાત્મા બનાવ્યો. હવે ધર્મ કરવા પાછળનો બંધન-તોડનો ઝોક જોઈએ. સંસારના સુખોને જ પાપ સ્વરૂપ માનનારા, અને દુઃખના જનક માનનારા આત્માઓ એ સુખમય-પાપમય દુઃખમય ત્રિતય સ્વરૂપ સંસારથી વિરક્ત થાય છે. કર્મની ભીંસમાંથી મુક્ત થવાનો ઉપાય શોધતા રહે છે. એમાં તેમને ધર્મનું શરણું પ્રાપ્ત થઈ જાય છે. સંસારના તમામ બંધનોથી મોક્ષ પમાડી દે એવી તાકાત માત્ર ધર્મમાં છે એ તત્ત્વજ્ઞાન એમને સમજાઈ જાય છે એથી સર્વ બળે તેઓ ધર્મનાં

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216