Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 206
________________ વીર ! મધુરી વાણી તારી સારું. પાપ ન કરવું એ પણ નિવૃત્તિસ્વરૂપ જ છે. પ્રવૃત્તિસ્વરૂપ દાનાદિધર્મ કરતાં ય ક્યારેક ચડી જાય તેવા ધનનો પરિગ્રહ ન કર્યો, ધંધામાં આરંભ-સમારંભ ન કર્યાઈત્યાદિ ધર્મો શું ભવ્ય નથી? ૨૦૬ એક માણસ છે. તેને સ્નાન કરવું છે. પણ શરીર ખાસ મિલન નથી એટલે સ્નાન કરવા પહેલાં ભેંસની જેમ તે કાદવમાં આળોટે છે. અને પછી હોંશે હોંશે સ્નાન કરે છે. આ માણસ કેટલો બેવકૂફ ગણાય? કોઈ પણ ડાહ્યો માણસ એની આવી સ્નાન-શુદ્ધિને આવકારે ખરો ? સાચા બોલો કોઈ સલાહકાર હોય તો તરત તેને કહે કે કાદવમાં આળોટીને સ્નાન કરવા કરતાં તો કાદવમાં ન આળોટયા હોત તો વધુ સારું હતું. આવી સ્નાનશુદ્ધિ તો ઉપહાસપાત્ર બની જ્યારે કાદવમાં જ આટોળ્યા ન હોત તો તે પ્રશંસાપાત્ર વાત બની જાત. ભલે પછી સ્નાનશુદ્ધિ ય ન કરી હોત. જગતમાં સર્વત્ર કાદવ લગાડીને આત્મા ધોવાના કામ નથી થતાં શું? અંતરમાં મહત્ત્વ કોનું છે ? ધનનું કે ધર્મનું ? જેઓ ધર્મ કરતાં ધનને જ મહત્ત્વ આપે છે એ લોકો અનીતિમાર્ગે પણ ધન કમાઈને ધર્મ કરવાની વાતને ખૂબ જ આવકારદાયક માને છે. આવા માણસો એક હાથેથી અંગ ઉપર કાદવના થેપાં મારતાં હોય છે અને બીજા હાથેથી લોટા ભરી ભરીને અંગ ઉપર પાણી રેડતા હોય છે. દુનિયા ગાંડી છે. માટે આવા ગાંડાઓને પણ એ ડાહ્યા માને જ એમાં કોઈ આશ્ચય૪ નથી. આ બધું ય દીક્ષિત આત્માને અનુલક્ષીને કહેવાઈ રહ્યું છે એ ભૂલવું નહિ. સંસારી આત્મા માટે તો આ વિષયમાં પૂર્ણ અનેકાન્તની વિચારણા કરવી પડશે. એટલે સંસારી આત્માઓ માટે તો એમ કહેવું જ નથી કે ધન કમાઈને ધર્મ થાય જ નહિ. વાત એટલી જ છે કે બધું જ થાય પરંતુ અંતરમાં મહત્ત્તા કોની વધુ અંકાઈ છે એ જાણ્યા પછી જ વ્યક્તિગત રીતે નિર્ણય આપી શકાય કે એના માટે શું થાય અને શું ન થાય? જેના અંત૨માં ધર્મ જ રમે છે એવો ગૃહસ્થ માણસ વધુ ધનવાન બને તે ય સારો. એનું ધન ધર્મના માર્ગે જ જશે. એનું ધન જે જે ખાતાઓમાં જશે તેતે

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216