Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 205
________________ વીર ! મધુરી વાણી તારી ૨૦૫ દૂર જ રહેવાની કઠોરવૃત્તિનો ખડક તોડી પાડવાનું એક ભગીરથ કાર્ય ખૂબ જ સહેલાઈથી સોયની ટાંચણીથી તૂટી પડયાનો એક ભવ્ય વિજય પ્રાપ્ત થાય છે. પછી આગળ વધવાનો માર્ગ ખૂબ જ સુગમ બની જાય છે. માદ્યચ્ય તો મહાપુરુષોની અપાર કરુણાનું એક જીવંત સ્વરૂપ છે. જે કાલમાં આ ગુણ વિકસ્યો છે તે કાળમાં ધર્મની પ્રભાવના આસમાનને આંબી છે, અને જે કાળમાં મૈયાદિ ગુણો સંકોરી લેવામાં આવ્યા છે. એ કાળમાં ધર્મપ્રભાવનાનો પગ ધરતી ઉપરથી ઊંચકાયો જ નથી. ભલે પછી ધર્મો ઘણાં થતાં રહ્યા હોય, ધાર્મિકો ઘણા વધતા ગયા હોય. મૈત્યાદિગુણોના યથોચિત વિકાસ વિના સાચો ધર્મ જ શક્ય નથી, ધર્મપ્રભાવનાના મહાધર્મની તો વાત જ ક્યાં રહી? અસ્તુ. દીક્ષિત આત્મા અગ્નિકારિકા દ્વારા જન્માન્તરમાં પ્રાપ્ત થતાં રાજભોગોનાપાપો કરે અને પછી દાનાદિ ધર્મોથી ધોવાની વાત કરે તે બિલકુલ ઉચિત નથી એ વાતના પ્રાણને વ્યાસમુનિ શી રીતે રજુ કરે છે તે જોઈએ. મહાભારતનસ્વચન ધર્માર્ત યસ્ય વિત્તહાઃ મહાભારતના વનપર્વના બીજા અધ્યાયમાં વ્યાસમુનિ કહે છે કે દાનધર્મ કરવા માટે ધન મેળવવાની ઈચ્છા કરવી અને એ ઈચ્છા બર લાવવા માટે ખેતી, વેપાર વગેરે ધંધા કરવા, એના કરતાં એવા જીવહિંસાદિપાપના ધંધા કરીને ધન મેળવવાની ઈચ્છા જ ન કરવી સારી. વૃત્તિ છે ધર્મ કરવાની અને પ્રવૃત્તિ થાય છે પાપો કરવાની. સામાન્યતઃ દાનધર્મ એ ધન વિના થાય નહિ. ધનોપાર્જન માટે વેપાર વગેરેના પાપધંધાઓ પણ કરવા જ પડે. આ જે પાપો ઉત્પન્ન થાય તેને ધોવામાં જ દાનાદિધર્મ ખર્ચાઈ જાય. (પરમતે સમજવું. સ્વમતે તો પાપનું ધોવાણ પુણ્યધર્મથી નથી થતું એમ પૂર્વે જ કહ્યું છે.) એટલે દાનાદિધર્મોથી આત્માના જૂના પાપો ધોવાની તો વાત જ ન રહી. માત્ર દાનધર્મ કરવા માટે ઊભા કરેલા ધનોપાર્જનના ધંધાના પાપોને દાનધર્મ ધોયા. આ તો લાખ રૂપિયા ઉધાર લાવીને લાખ રૂપિયા કમાવાનો ધંધો કર્યો. જેનાથી ઉદારબાજુ દૂર થઈ ગઈ. પરંતુ નવું જમાખાતે તો કશું ય ન આવ્યું. વળી આ રીતે પાપ કરીને દાનાદિ ધર્મ કરવા એના કરતાં તો પાપ જ ન કરવું

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216