Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 204
________________ ૨૦૪ વીર ! મધુરી વાણી તારી એટલે એક દીક્ષિત અગ્નિકારિકાને ખૂબ જ ઉપાદેય સમજીને કરે અને જીવહત્યાના પાપોને જન્માન્તરમાં દાનાદિથી ધોઈ નાખવાની ભાવના રાખે તો તે સાચે જ તેનો આપઘાતી ભ્રમ છે. આથી જ દીક્ષિત આત્માઓએ જીવોપમર્દ કરતી અગ્નિકારિકાને હેય સમજીને ત્યાગવી જોઈએ અને પૂર્વોક્ત ધર્માન્નિકારિકાનું અવલંબન લેવું જોઈએ. આ વાત જૈનદર્શનને જ માન્ય છે એવું ન સમજવું. મહાભારતના રચયિતા મહાત્મા વ્યાસને પણ આ વિધાન સંમત છે. વ્યાસને મહાત્મા કહેવામાં માધ્યસ્થ હોય ને? પ્રશ્ન : મિથ્યાદૃષ્ટિ વ્યાસને મહાત્મા કહી શકાય? મહાત્મા તો સમ્યગ્દષ્ટિ જ હોય ને? ઉ. પરધર્મીઓ વ્યાસને મહાત્મા કહે ચે માટે આપણે પણ તેમનું અનુકરણમાત્ર કરીએ તેમાં કોઈ દોષ નથી. આજે પણ જો કોઈ ગામના શ્રાવકને ગામના શ્રાવકને ગામના બધા લોકો મહાત્મા કહેતા હોય તો સાધુ પણ તેમને મહાત્મા કહીને બોલાવે છે. તેથી કાંઈ તે શ્રાવક મહાત્મા (સાધુ) બની જતા નથી! કોઈ સંપ્રદાય પોતાની સાધ્વીને મહાસતી કહે છે તેથી તે સાધ્વીને શ્વેતામ્બર સાધુ પણ મહાસતી કહીને ઉદ્ધોધી શકે છે. મહોપાધ્યાયજીએ પણ આ રીતે પતંજલિ વગેરેને “મહામુનિ' આદિ શબ્દોથી સંબોધ્યા છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજીએ આ હેતુથી પણ બુદ્ધાદિને યોગની ત્રીજી દૃષ્ટિની અપેક્ષાએ સર્વજ્ઞ તરીકે સંબોધ્યા છે. આ રીતે લોકાનુવાદ કરવાથી જૈનોનું ઉદાર દિલ પ્રગટ થાય છે. એમની મધ્યસ્થતા જાહેરમાં આવે છે. બેશક આમ કરવામાં બીજાઓને ખુશ કરવાનો કે બીજાઓમાં સારા દેખાડવાનો લગીરે પ્રયત્ન હોતો નથી પરંતુ જગતના સર્વજીવો પ્રત્યેની એકસરખી કરુણાવૃત્તિવાળા મહાપુરુષો જે કોઈ રસ્તે પણ પોતાની એ કરુણાને મૂર્તિ બનાવીને જગતના જીવોનો ઉદ્ધાર કરી શકતા હોય તે રીતને અવશ્ય અપનાવતા હોય છે. પોતાની મદ્યસ્થતા દર્શાવવાથી લોકોને એ મહાપુરુષો પ્રત્યે પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. એથી એમનું વચન આદેય બની જાય છે એમ થતાં બીજા જીવોની-પોતાથી

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216