Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 200
________________ ૨૦૦ વીર ! મધુરી વાણી તારી ય માં જીવહિંસા હોવા છતાં આ તફાવત હોવાનું કારણ એ છે કે બે ય ના ઉદ્દેશો ભિન્ન ભિન્ન છે. પૂજનથી રાજ્યપ્રાપ્તિ અને અગ્નિકારિકાથી સાંસારિક સમૃદ્ધિની પ્રાપ્તિ પરમત માને છે. અને જ્ઞાનધ્યાનથી મોક્ષ માને ચે. આમ મોક્ષના જ ઉદ્દેશથી જેમ જ્ઞાન ધ્યાન કરવાનું કહ્યું તેમ તેજ મોક્ષોદ્દેશથી પૂજાદિવિધાન કર્યું નથી. સહુનું એક જ લક્ષ્ય મોક્ષ જ્યારે જિનમતમાં જેમ જ્ઞાનધ્યાનને મોક્ષોદ્દેશથી કરવાના કહ્યા છે તેમ શ્રાવકને પુષ્પ પૂજનાદિ પણ મોક્ષના જ ઉદ્દેશથી કરવાના કહ્યા છે. આમ એક જ ઉદ્દેશ અબાધિત રહેવાના કારણે જ શ્રાવકની પૂજનાદિ પ્રવૃત્તિને પણ ઉપાદેય કહી શકાય. રાજમાર્ગથી ચાલ્યો જતો એક માણસ જો એ રસ્તે ખૂબ કાદવ જુએ અને તેથી તે માર્ગમાંથી ફંટાતા એક બીજા માર્ગે ઊતરી જઈને... આગળ ચાલતો... ફરી તે રાજમાર્ગ ઉપર આવી જાય તો તેનું બીજા ફંટાતા માર્ગે જવાનું પણ ઉપાદેય ગણાય. કેમકે બીજા માર્ગે જવા છતાં તેના દ્વારા તેનો ઉદ્દેશ તો ફરી પાછો રાજમાર્ગને જ પકડી લેવાનો છે. આમ ઉદ્દેશ ન કરે તો પ્રવૃત્તિ ફરતાં તે અપવાદપ્રવૃત્તિ ભલે કહેવાય પરંતુ તેને ઉચિત જ ગણાય. હા, રાજમાર્ગને છોડીને એવા જ બીજા કોઈ ફંટાતા માર્ગે એ માણસ જા કે જ્યાં આગળ વધતાં વધતાં કોઈ બીજા જ ગામે પહોંચી જવાનું બને. તો તે બીજા માર્ગે જવાનું ગમન ઉચિત ન ગણાય. કેમકે ત્યાં ઉદ્દેશ ફરી જાય છે. પ્રસ્તુતમાં જિનમતાનુયાયી શ્રાવકો જે પુષ્પપૂજનાદિના આડમાર્ગે ફંટાયા છે તે સાધુજીવનના રાજમાર્ગે ચાલી શકવાની અશક્તિના કારણે જ ફંટાયા છે. તેમનો ઉદ્દેશ તો તે સાધુ જીવનના રાજમાર્ગને જ પામવાનો છે. આથી જ તેમની પુષ્પપૂજનાદિ પ્રવૃત્તિ ઉફાદેય બની રહે છે. આથી તદ્દન વિપરીત પરમતના પુષ્પપૂજનાદિમાં છે. ત્યાં જ્ઞાનધ્યાનનો ઉદ્દેશ મોક્ષ જ છે પરંતુ પૂજનાદિનો ઉદ્દેશ-એ મોક્ષથી તદ્દન વિરુદ્ધ દિશામાં ચાલ્યો જતો સ્વગાદિનો સંસાર છે. જ્યાં ઉદ્દેશનો ભેડ પડયો ત્યાં માર્ગ ન રહ્યો. એને ઉન્માર્ગ જ કહેવાય. ઉદ્દેશની એકતા જળવાઈ રહે ત્યારે જ અપવાદને માર્ગ કહેવાય છે. ભલે પછી

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216