Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 199
________________ વીર ! મધુરી વાણી તારી ૧૯૯ માને છે તે આગમમાં જ આ વાત કહી છે કે મોક્ષ પાનધ્યાનથી જ મળે. જો કે બૌદ્ધો જ્ઞાનધ્યાનફળ સ્વરૂપ કર્મમોક્ષ સ્વીકારતા નથી છતાં જ્યારે આ રીતે જૈનેતરોને માન્ય શૈવાગમમાં પણ કહ્યું છે કે જ્ઞાનધ્યાનની સાધનના ફળ તરીકે મોક્ષ જ પ્રાપ્ત થાય છે. એટલે જેમણે કર્મ મોક્ષ પામવો હોય તેમણે જ્ઞાનધ્યાનની જ સાધના કરવી જોઈએ. જ્ઞાનનું ફળ ધ્યાનસ્વરૂપ ભાવ-અગ્નિકારિકા છે. આ ભાવ અગ્નિકારિકા જ મોક્ષાર્થી આત્માએ સેવવી જોઈએ. જીવોનો ઉપમર્દ કરતી દ્રવ્યાગ્નિકારિકા દીક્ષિત આત્માઓએ કરવી જોઈએ નહિ. અગ્નિકારિકાથી રાજ્યાદિભોગ પ્રાપ્તિ એ શેવાગમમાં કહ્યું છે કે દેવતાની પુષ્પાદિપૂજા કરવાથી વિપુલ રાજ્ય પ્રાપ્ત થાય છે, દ્રવ્ય અગ્નિકારિકાથી વિપુલ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ આ બેય ક્રિયાઓથી આત્મા ઉપર પુણ્ય કર્મનો બંધ થાય છે. પરંતુ પાપકર્મનો ક્ષય થતો નથી. મુખ્યત્વે પાપકર્મનો નાશ તો તપથી થાય છે, તથા જ્ઞાન અને ધ્યાનથી સર્વકર્મક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે સર્વકર્મ મોક્ષ માટે જ લેવાતી દીક્ષા લીધા પછી દીક્ષિત આત્માએ તો સર્વકર્મમોક્ષનું જ સાધન પકડવું જોઈએ. પરંતુ પુણ્યકર્મના બંધન દ્વારા વિપુલ રાજ્ય કે સમૃદ્ધિનો સંસાર જે મેળવી આપે તેવા અપ્રશસ્ત પુષ્પાદિપૂજન કે દ્રવ્યાગ્નિકારિકાને તો સ્પર્શવા પણ ન જોઈએ. વળી એ પુષ્પાદિપૂજન અને દ્રવ્યાગ્નિકારિકાથી જન્માન્તરમાં જે રાજ્ય અને સમૃદ્ધિ મળે છે. તે રાજ્યસમૃદ્ધિ પણ પાપ જ કરાવનારી બને છે. એટલે એવા પુષ્પાદિપૂજન વગેરેને નિરવદ્ય કેમ કહી શકાય? રાજ્યસમૃદ્ધિ પામવાના હેતુથી કરાતા એ પુષ્પપૂજનાદિને પ્રશ્ન કેમ કહી શકાય? આમ પૂજા અને અગ્નિકારિકા પાપજનક બનીને પાપસ્વરૂપ બની જાય છે. આ વાત ખૂબ જ સારી રીતે વિચારવી જોઈએ | મુમુક્ષુઓ તો અવશ્ય વિચારક હોવા જોઈએ. અહીં એક વાતનો ખ્યાલ રાખવો કે પરમતના પુષ્પપૂજન અને દીપાદિપૂજન બે ય.જેમ પાપસ્વરૂપ બની જાય છે તેમ શ્રાવકના જૈનસિદ્ધાન્તોક્તવિધિપૂર્વકના પૂજન વગેરે પાપ સ્વરૂપ નથી બનતા. બે

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216