Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 197
________________ વીર ! મધુરી વાણી તારી ૧૯૭ અધિકારી-અનધિકારી : પણ તે પ્રશસ્ત અગ્નિકારિકા ય દીક્ષિત માટે તો અપ્રશસ્ત જ હોં! ભાવપૂજનના અધિકારીને આ દ્રવ્ય પૂજનનો અધિકાર જ નથી. અધિકારની સારામાં સારી ક્રિયા પણ અપ્રશસ્ત બની જાય. ખાટલે ન બેસતાં ગાદી ઉપર બેસવું; બેશક સુંદર! પરંતુ નોકર માટે તો અસુંદર જ! જૈનેતરોમાં કહેવાય છે કે રામચન્દ્રજીએ લંકા ઉપર વિજય મેળવ્યા બાદ બધી સેનાઓ અને તેના સેનાધિપતિઓને ભોજન માટે નિયંત્રણ કરવાનો સરસેનાધિપતિને આદર્શ કયો૪. સરસેનાધિપતિએ વાનરસેનાને બાદ કરીને બાકીની બધી સેનાઓને આમંત્રણ પાઠવી દીધું. રામચંદ્રજીને આ વાતની ખબર પડતાં તપાસ કરાવી. તેમને જાણવા મળ્યું કે સરસેનાધિપતિ એમ માને છે કે ભોજન માટે વાનરસેના લાયક નથી. આ વાત કોઈના ગળે ન ઊતરી એટલે વાનરસેનાને આમંત્રવાની સરસેનાધિપતિને ફરજ પાડવામાં આવી. બધી સેનાો જુદા જુદા સ્થાને ગોઠવાઈ ગઈ. વાનરો પમ ક બાજુ ગોઠવાઈ ગયા. ભોજન સમારંભનો આરંભ થયો. ચોળા-લાપશીનું ભોજન હતુ. પ્રથમ તો સહુને ચોળા પીરસાયા. વાનરોને પણ પીરસાયા. લાપશી આવવાની થોડી જ વાર હતી. ત્યાં એક બનાવ બન્યો. હરોળમાં પ્રથમ બેઠેલા એક વાનર-શિશુએ ચોળાનો એક એક દાણો હાથમાં લઈને દબાવવાની રમત કરી. દાણામાંથી ‘બી’ ઊછળીને દૂર પડયું. એની છલાંગ જોઈને ખિજાએલું બચ્ચું મનોમન બોલી ઊઠયું. ‘છલાંગ મારવાનું આટલું બધું અભિમાન! હમણાં ઉતારી નાંખુ છું'' વાનર-શિશુએ એથી પણ મોટો ઠેકડો માર્યો અને દૂર જઈને મલકાતું બેઠું. હરોળમાં બીજા નંબરે બેઠેલા વાનરથી આ બાળની ખુમારી ન ખમાઈ. એણે એથી મોટો ઠેકડો મારીને પેલા બચ્ચાથી ય દૂર જઈને બેઠું... બસ. પછી તો ચાલી સ્પર્ધા ઠેકડો મારવાની, એકેકથી આગળ બીજો-બીજો જવા લાગ્યો. છેલ્લે આવ્યો હનુમાનજીનો વારો, ઠેકડામારુઓની રાઈ ઉતારી નાંખવા

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216