________________
વીર ! મધુરી વાણી તારી
તમામ યોગને ગૌણ રાખીને તેમનાથી જરા પણ નિરપેક્ષ ન બનીને-તેમનું પણ યથાયોગ્ય આરાધન ચાલુ રાખવું જોઈએ. અને એ યોગો પણ પોતાના જીવનમાં આત્મસાત્ થઈ જાય તે માટે તે યોગની સફળ સાધના કરતાં મુનિવરોને શત શત વંદના અર્પતા રહેવી જોઈએ.
૯૫
મુમુક્ષુનો રસ, મુમુક્ષુની ક્ષમતા, મુમુક્ષુના આસપાસના સંયોગોએ બધું ય બરાબર જોઈ તપાસીને જે યોગ વધુ લાભદાયી બને તેને પ્રધાન બનાવી દેવો એ જ આરાધનાની ચાવીરૂપ વિચારણા છે. ‘થોડું જતું કરીને ય ઘણું મેળવી લેવાય' એ વર્ણિવૃત્તિ સાધતાં સાધતાં જ મુક્તિપદ પામી શકાય તેમ છે એ વાત સૂક્ષ્મદષ્ટિથી વિચારવા જેવી છે.
વિધિવત્ ધર્માચરણ જ ફળપ્રદ બને :
વીતરાગ-મહદેવની આજ્ઞાનું પાલન કરવામાં જેમ મુમુક્ષુએ પોતાની શક્તિનું નિગૃહન ન કરવું જોઈએ તેમ તેણે શાસ્ત્રોક્ત વિધિનું પણ પૂર્ણ પાલન કરવું જોઈએ.
શાસ્ત્રવિધિનો રાજમાર્ગ એક જ હોય છે પરંતુ દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવના અનુસારે વ્યક્તિ-વ્યક્તિએ વિધિના કેડીમાર્ગ અનેક પડી જાય છે. ગીતાર્થો જ એવા કેડીમાર્ગ બર્તવી શકે, પાડી શકે. બીજા કોઈને તેમ કરવાનો અધિકાર જ નથી.
અસ્તુ. જે મુમુક્ષુ માટે જે વિધિમાર્ગ બનતો હોય તે માર્ગે જ તેણે પગલા ભરવા જોઈએ. વિધિનું ઉલ્લંઘન સ્વપ્નમાં પણ ન થાય તેની કાળજી કરવી જોઈએ.
એ લૌકિક વિધિ છે કે ભોજન કર્યા પછી જ મોં સાફ થાય. તેમાં કોઈ એમ કહે કે હજી ભોજન આવવાની વાર છે તો પહેલાં મોં સાફ કરી દઈએ જેથી પછી સાફ કરવાની વિધિ કરવી ન પડે.... તો તે ન જ ચાલે.
ફ્રુટ સોલ્ટની પાણી સાથે લેવાની વિધિ જાણીને મોંમા ફ્રુટસોલ્ટનો ફાકો મારીને પછી ઉપર કોઈ પામી પી જાય તો ભલે ફ્રુટસોલ્ટ પાણી સાથે મિશ્રિત થયું પરંતુ તનું પરિણામ શું આવે? નાકમાંથી ફીણના ગોટેગોટા નીકળવાનું જ ને?
ફ્રુટસોલ્ટ પાણી સાથે લેવાની વિધિને પણ ગુરુગમથી યથાવત્ જાણી લેવાથી ખબર પડે છે કે ગ્લાસમાં જ પાણી અને ફ્રુટસોલ્ટ ભેગા કરીને તે પાણી પી લેવાનું હોય છે, નહિ કે બે ય ને મોંમાં ભેગા કરવાના.
જગતના લોકિક આચારોમાં પણ વિધિના બહુ મૂલ્ય અંકાય છે તો લોકોત્તર અનુષ્ઠાનો વિધિવિહોણાં કેમ ચાલી શકે?