________________ | | _ 134 વીર મધુરી વાણી તારી શાથી? કામ કરવા જતાં કસરત એ તો થી જનારી વસ્તુ છે. મીલમાં જવાનો આશય કામ કરવાનો છે; કસરત કરવાનો નહિ માટે કસરત થવા છતાં કસરત કરનાર જ કહેવાય. સવાર પડે છે અને રેલવેમાં સર્વિસ કરતો સાંધાવાળો ખભે લોખંડી કુહાડો લઈને નીકળી પડે છે. ગાતો ગાતો ચાલ્યો જાય છે અને પાટાની પટ્ટીઓને પેલી કુહાડી ઝીંકતો જાય છે. સ્કુને ફીટ કરતો જાય છે. કેવી મજેની “મોર્નીગ વોક' એને મળી જાય છે? પણ એ નામદારને “મોર્નીગ વોકર કહી શકાય ખરા કે ? નહિ જ ને? કેમ વારું! એટલા જ માટે કે એનો આશય સવારના ચાલવાનો વ્યાયામ કરવો નથી. એ તો પેટ ખાતર મજૂરી કરનારો માણસ છે. સવારે ચાલવાનો વ્યાયામ શ્રીમંતનો પુત્ર કરી શકે છે; જેને ચિંતા જ ન હોય ખાવા-પીવાની. અને પેલો તીર્થાધિરાજ શત્રુંજયના પહાડ ઉપર રોજ ચડતો અને ઊતરતો ડોળીવાળો! એ યાત્રિક કહેવાય ખરો કે? યાત્રા થઈ જવા છતાં યાત્રિક નહિ? માત્ર ડોળી વાળો? શાથી?” યાત્રા કરવાનો આશય નથી માટે જ ને? તો પછી જિનપૂજા દ્વારા ભાવવિશુદ્ધિ પામવાની એક માત્ર ઈચ્છાવાળો જિનપૂજા માટે સ્નાનાદિ કરે તો તે પૂજક જ કહેવાય કે હિંસક પણ કહેવાય? એક કામ કરવું એ જુદી વાત છે અને એક કામ થઈ જવું એ જુદી વાત છે. પૂજક પૂજન કરે છે. પણ હિંસા તો થઈ જાય છે. પૂજનના આશયથી પૂજન કરે છે એ પૂજન થઈ જતું નથી. હિંસાનો આશય જ નથી માટે હિંસા થઈ જાય છે એમ જ કહેવાય. હિંસા કરે છે એમ ન કહેવાય. થઈ જતી ક્રિયાનું કર્તુત્વ ન હોય. કરાતી ક્રિયાનું જ કર્તૃત્વ હોય માટે જ ભાવશુદ્ધિ માટે પૂજા કરતો પૂજક જ કહેવાય; હિંસક નહિ. ડોળીવાળો યાત્રા કરતો નથી, યાત્રા તો થઈ જાય છે માટે જ તેને યાત્રિક કહેવાતો નથી. આ રીતે સર્વત્ર સમજી લેવું જોઈએ.