Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 159
________________ વીર ! મધુરી વાણી તારી ૧૫૯ માટે નથી. પરંતુ પોતાની સરાગદશાને તોડીને પોતાને વીતરાગ બનવા માટે છે. વીતરાગને પ્રક્ષાલ કરવા દ્વારા સરાગી પોતાના રાગમળોનું પ્રક્ષાલન કરે છે. એ જ રીતે વીતરાગને બહુમૂલ્ય આભૂષણો ચડાવવા દ્વારા સરાગી આત્મા પોતાની ધનાદિ ઉપરની મૂર્છાને ઉતારે છે. આથી જ તો સર્વજ્ઞશતકમાં પૂ. ધર્મસાગરજી મહારાજાએ પૂજકની ધનાદિની મૂચ્છ ઊતારવા માટે જિનપૂજા કહી છે. જિનપૂજા કરનારા જે આત્માઓ જિનપૂજા દ્વારા પોતાના ધનાદિની મૂચ્છને ઘસારો આપતા નથી તે પૂજકોની તે જિનપૂજા નિષ્ફળપ્રાયઃ છે તેમ કહી શકાય. જિનપૂજા પાછળનો આ હેતુ જો બરોબર સમજાઈ જાય તો સ્વદ્રવ્ય જિનપૂજા કરવાનો આગ્રહ ખૂબ જ વધી જવા પામે. એટલે હવે એ વાત નક્કી થઈ કે સરાગી આત્મા વીતરાગની પૂજા કરવા દ્વારા સ્વયં વીતરાગ બનવાના જીવન તરફ એક કદમ બઢાવે છે. જરાક કલ્પના કરો કે એક નવયુવાન પોતાની નવોઢાના મસ્તકમાં ગુલાબનું કુલ લગાવી રહ્યો છે, અને બીજો એક ધર્માત્મા પરમાત્માનાં મુગટમાં ગુલાબનું કુલ લગાવી રહ્યો છે. આ બે ય પૂજકોના ભાવમાં કોઈ અંતર ખરું કે નહિ? પ્રિયતમાના અંબોડામાં કુલ લગાડનાર તો મોહના ભડકે બળતા સંસારમાં ઊભો સળગે છે! જ્યારે બીજો નિર્મોહીના શિખરે હરણફાળ ભરે છે. જમાઈને માટે શિખંડમાં કેસરના તાંતણા નાંખતો કોઈ સસરો ! પરમપિતાના અંગે કેસરના તિલક કરવા, એના તાંતણા ઘસતો ધર્માત્મા! લગ્નમાં પીતાંબર પહેરતો સંસારી માણસ! અને પૂજામાં પીતાંબર પહેરતો ધાર્મિક માણસ! ડાઈનીંગરૂમમાં ધૂપસળી પેટાવતો સસરસિક! અને જિનમંદિરમાં ધૂપસળી મહેકાવતો ધર્મરસિક! આ બધામાં કશો ય ફરક નથી શું! જો વિરાટ અંતર દેખાય છે તો નિર્મોહીની ભક્તિમાં ઘેલાં બનનારાઓ ભક્તિરસની રેલમછેલ બોલાવીને પોતાના દેહ-ધન વગેરેના મમત્વના પાશ ઢીલાં કરી નાંખતા હોય તો તેમાં ખોટું શું છે? ખંડન કરો; વેણીના કુલનું, શિખંડના કેસરનું, લગ્નની પીતાંબરીનું કે ડાઈનીંગરૂમની ધૂપસળીનું !

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216