Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 179
________________ વીર ! મધુરી વાણી તારી ૧૭૯ જ્ઞાન અને તપસ્વરૂપ સાતમા અને આઠમા શુદ્ધપુષ્પજૂનની પરિપૂર્ણ સફળતા તો ગુરુભક્તિના આ છઠા પુષ્પના પૂજનમાં જ રહેલી છે. પ્રથમના પાંચ પુષ્પોના પૂજનોની સફળતા ય આ જ છઠા પુષ્પમાં સમાયેલી છે. સમય મળે તો મારું લખેલું “ગુરુમાતા' પુસ્તક મેળવીને વાંચી લેજો; પુનઃ પુનઃ મનન કરજો. તપ - સાતમું પુષ્પ : દેહની ધાતુઓને તપાવીને ઠંડી પાડી દે; તેનું નામ તપ. રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર-આ વાત ધાતુઓનો દેહ બને છે. મહાદેવોએ આત્મશુદ્ધિમાં ભારે વિઘ્ન કરતા ધાતુઓની પુષ્ટિને જોઈ છે. પુષ્ટ ધાતુઓ ચિત્તમાં ઉન્માદ ઉત્પન્ન કરે છે. વિકારના પડછાયાને પણ જે ચિત્ત સ્પર્શી જાય છે એ ચિત્ત આત્મશુદ્ધિ માટે દિવસો સુધી નાલાયક બની જાય છે. મુમુક્ષુ માટે તો ચિત્તમાં વિકારની કલ્પના પણ પાપ છે. એમકે વિકારો આત્માના સંસ્કારોનો પ્રાદુર્ભાવ થવા દેતાં જ નથી. ગમે તેટલો અભ્યાસ કરો, ગમેતેટલું પરમાત્મ ધ્યાન ધર્યા કરો, અને ભારે કામના બોજા નીચે જ દબાઈ રહો. છતાં જો આ બધાની સાથે ખાનપાનનો કોઈ કાબુ નહિ હોય તો ગમે તે પળે આત્માની કલેઆમ થઈ જ જવાની છે. રે! ઊંઘમાં પણ વીર્યસ્મલનાદિથી સત્ત્વના નળ ખુલ્લા મુખાઈ જ જવાના છે. ખૂબ શાસ્ત્રસ્વાધ્યાય કરનારો પણ દૂધ-ઘીનો ભોકતા હોય, પરમાત્માનું ધ્યાન આઠ આઠ કલાક કરનાર પછીથી ઠંડક માટે ઘીના લોચાં ખાતો હોય કે રોટલીમાં ઘીની વાઢી રેડતો હોય ભારે કામવાળો માણસ, ભોજનમાં સ્નિગ્ધતાનો અત્યંત આગ્રહી હોય તો..... તો એ સ્વાધ્યાય, ધ્યાન અને બારે પ્રવૃત્તિ પણ “ફેઈલ” જાય વાસનાને મારવા માટે. એવી મારી સમજણ છે. વિષય વાસનાના પ્રતિબંધકો તો સ્વાધ્યાય, ધ્યાનાદિ છે. પરંતુ પ્રણીત ભોજનનો ઉત્તેજક પણ સાથે મૂકી દો તો એ પ્રતિબંધકોની વાસનાનાશ કરવાની શક્તિ જ મરી જાય છે. ઉત્તેજક મેદાન મારી જાય છે. વાસનાનો નાશ ન થાય તો મોક્ષ કદી ન પમાય, મોક્ષમાં જ સહાયક ગણાતા

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216