Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 193
________________ વીર ! મધુરી વાણી તારી ૧૯૩ ભાવ એ સત્યયોપશમસ્વરૂપ છે. ભાવ એ ચિંતનરૂપ છે. ચિત્તને ભાવનાના પુટ જેમ વધુ અપાય તેમ ચિત્તાત્મા ભાવિત થાય. ભાવાત્મક સ્વરૂપ ધ્યાન પકડતું જાય. આહૂતિસ્વરૂપ ભાવનામાત્રથી કર્મો જલતાં નથી. કમોના ઈન્જન તો જલશે ધ્યાનના અગ્નિથી જ. પરંતુ ધ્યાનાગ્નિ પૂરા સ્વરૂપમાં ખીલશે તો ભાવનાઓની આહૂતિથી જ. એટલે જો કર્મના ઈન્જનને જલાવી મારવાનું સાધ્ય આંબવું હોય તો ધ્યાનઅગ્નિ વિના નહિ જ ચાલે. અને ધ્યાનાગ્નિને બહેકાવવા માટે સભાવનાની આહૂતિ વિના નહિ જ ચાલે. આમ પાયાના ઇંટચૂના તરીકે સદ્ભાવના ગોઠવાય છે. જ્યારે ઈમારતના ઇંટચૂના તરીકે ધ્યાન ગોઠવાય છે. વિશેષ મહત્ત્વકોનું? પાયાના ઇંટચૂનાનું કે ઈમારતના? બેશક દેખાશે ઈમારત, પાયો નહિ... છતાં ઈમારતને અને તેમાં રહેનારા-ગુલાબી સુખના ભોક્તાને ટકાવી રાખે છે તો પાયો છે. માટે તેનો ઈટચૂનો જ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. આ વિચાર આપણને એ વાત કાનમાં કહી જાય છે કે જીવનમાં પ્રકાશ પામવા માટે, આત્માને વિશુદ્ધ કરવા માટે સૌપ્રથમ તો ભાવનાઓની જરૂર પડશે. જગતનું દર્શન જુદા જુદા દૃષ્ટિકોણ (angles)થી કરતાં જ રહેવું પડશે. મ બાયોકેમિકની ૧૨ દવામાં બદા રોગોના નાશની વાત સમાઈ જાય છે. જેમ કુંડલિના ૧૨ ખાનામાં ત્રિકાળની વાતો ગોઠવાઈ જાય છે. તેમ બાર ભાવનાથી જગદર્શન કરવામાં જગતનું સંપૂર્ણ દર્શન થઈ જાય છે. જે દર્શન એકાંગી-એક તરફી છે તે જ ભયંકર છે. સર્વાગી બનેલું દર્શન તો અત્યંત ક્ષેમકર છે. એકાંગી દર્શને જીવ મોહઘેલો બનીને ધસી જાય છે સંસાર તરફ... એને ખૂબ જ આકર્ષક, તીખા તમતમતો જોઈને. પણ સર્વાગી દશ૪નમાં તો એ સંસારના એકેએક પાસાંને એ જોઈ નાંખે છે. એમ થતાં એક સિવાયના બધા ય પાસામાં વિનાશિતા, છલ-પ્રપંચ, અશુચિ, પરાધીનતા વગેરેની બદબૂ જ વછૂટતી જાણવા મળે છે. પછી જીવાત્મા જીવ લઈને ત્યાંથી નાસી ન છૂટે તો કરે ય શું?

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216