Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 172
________________ ૧૭૨ સ્વયં આપે છતાં તીર્થંકર અદત્ત. (૨) ગુરુની રજા મેળવ્યા વિના ઉપયોગમાં લેવાતી વસ્તુ ગુરુ અદત્ત. (૩) વસ્તુના માલિકની રજા વિના ઉઠાવેલી વસ્તુ સ્વામી અદત્ત. (૪) કેરી વગેરે સચિત્ત વસ્તુમાં અંદર રહેલા જીવની રજા લીધા વિના એ વસ્તુનો ઉપભોગ કરવો તે જીવ અદત્ત. વીર ! મધુરી વાણી તારી દેવ અને ગુરુની આજ્ઞાપૂર્વકની, માલિકની આપેલી એવી અચિત્ત વસ્તુને જ ચોરીનો કોઈ પણ આક્ષેપ લાગુ પાડી શકાતો નથી. કેવું સૂક્ષ્મ છે અસ્તેયનું તત્ત્વજ્ઞાન! સ્વચ્છંદ વિહારી યતિઓને તીર્થંકર અદત્ત અને ગુરુઅદત્તના ચોરીના પાપનો ખ્યાલ પણ હશે ખરો ? બ્રહ્મચર્ય - ચોથું પુષ્પ : બ્રહ્મ એટલે આત્મા અથવા પરમાત્મા. એમાં જ રમવું એનું નામ બ્રહ્મચર્ય. પુદ્ગલ માત્રના વિકારો આ રમતને ધક્કો મારે ચે માટે પુદ્ગલમાત્રનો સંગ અબ્રહ્મના સેવનના પાપસ્વરૂપ છે. છતાં આત્માનું વધુ પડતું નુકશાન કરનાર વેદોયજનિત પુદ્ગલધ્યાનાદિ છે મટે અબ્રહ્મનું પાપ વેદોદયમાં જ રૂઢ થઈ ગયું છે. પુદગલમાત્રનો સંગ અબ્રહ્મના કજ્જલરંગને તાણી લાવનારો છે એવું ચિંતન જે ાત્મા પ્રતિપળ કરતો નથી તે ઉઘાડા-પ્રસિદ્ધ-અબ્રહ્મના પાપપંકે ખરડાયા વિના રહી શકતો નથી. અપરિગ્રહ - પાંચમું પુષ્પ : પરિગ્રહ એટલે વસ્તુનો સંગ્રહ નથી. પરિગ્રહ એટલે મૂર્છા. સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીની સાધના માટે સ્થવિરકલ્પી મુનિને અનિવાર્ય જે ચૌદ ઉપકરણ ગણાવ્યા છે તે ઉપરણનો સંગ્રહ એ પરિગ્રહ નથી કેમકે આ બધા ય ઉપકરણો મહાવ્રતોના રક્ષણ માટે જ ઉપયોગી છે. મુનિ જો વસ્ત્રથી અંગ ન ઢાંકે તો સાક્ષાત્ કે પરંપરયા તેના આત્મ-ધર્મને મોટી હાનિ પહોંચે, ધર્મની અઘો૨ હીલના થાય, સ્ત્રીજાતિને દીક્ષાનો નિષેધ કરી

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216