Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 176
________________ વીર ! મધુરી વાણી તારી શું મહાતપસ્વી પણ વસ્ત્રથી અંગ ઢાંકતો હોય તો મુક્તિ માટે નાલાયક ? શું મહાન શાસનપ્રભાવક પણ વસ્ત્રધારી હોય તો મોક્ષને માટે અપાત્ર? એટલે શું એમ જ કહેવું છે કે મોક્ષ માટેની ખરેખરી પાત્રતા નગ્નતામાં જ છે? નગ્નતા નહિ તો બીજું જે કાંઈ સારું હોય તે બધું ય મોક્ષ માટે નકામું એમ ? એટલે મોક્ષમાં જવા માટેનો ‘પાસપોર્ટ’ તો નગ્નતાને જ મળે એમ કહેવું છે? શાબાશ... તો તો પશુઓને જ મોક્ષમાં જવાનો પ્રથમ અધિકાર છે. કેમકે પશુજાત આખી ય નગ્ન જ છે. બીજી આચારશુદ્ધિ તો હવે ગૌણ બાબત છે ને? જોયો ને અભિનિવેશિક મિથ્યાત્વનો મહિમા ? ૧૭૬ આ વિષયમાં વિસ્તારથી જાણવાની રુચિવાળાએ અધ્યાત્મમતપ૨ીક્ષા ગ્રંથ જોઈ લેવા મારી ભલામણ છે. ગુરુભક્તિ - છઠ્ઠું પુષ્પ ઃદ્રવ્યસ્નાન : ગુરુની ભક્તિ એ છઠ્ઠું ભાવપુષ્પ છે. ગુરુ કોને કહેવાય? શાસ્ત્રદૃષ્ટિથી તો ગચ્છના અધિપતિ આચાર્યને જ ગુરુ કહેવાય. બાકીના બધા ય આજના કહેવાતા ગુરુ એ તો માત્ર શિષ્યની સંયમ આરાધનામાં સહાયક કહેવાય. શાસ્ત્રીય પરિભાષામાં એક ગુરુ-શિષ્યને ‘સંઘાટક’ કહેવામાં આવ્યા છે. રત્નયત્રીની આરાધનામાં એક બીજાને મદદગાર-પૂરક બને તે સંઘાટક કહેવાય. હવે સ્ત્રોક્ત ગુરુના લક્ષણ જોઈએ। જગતના યોગ્યજીવોને શાસ્ત્રના અર્થોનો બોધ આપે તે ગુરુ. ફરી એ વાત યાદ કરી લેવી કે ગુરુ એ આચાર્ય છે. આચાર્ય એ પંચાચારના ચુસ્ત પાલક છે. કટ્ટર પક્ષપાતી છે. પોતાના જીવનમાં જે પંચાચારને એકરસ બનાવે તે જ હકીકતમાં આચાર્ય કહેવાય. આ રીતે પંચાચારનું જીવન અને પંચાચારનો કટ્ટર પક્ષપાત જેમને વર્ષો તેમણે ધર્મ યોગ્ય જીવોને સન્માર્ગનું દાન કરવું જ જોઈએ. આમ ગુરુ એ આચાર્ય છે માટે તેઓ આચાર ધર્મના જ્ઞાતા હોય, આચાર ધર્મને યથાશક્ય-યથાવસરે આચરનારા હોય, ચોવીસે ય કલાક વિવિધ આચારોમાં એમના તન-મન તલાલીન હોય.... આ સ્વમુખી સાધનમાંથી જ એમને દૈહિક બળની પ્રાપ્તિ થાય અનાત્માના સત્વની ખીલવણી થાય....

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216