________________ | | |_ 132 વીર ! મધુરી વાણી તારી કહ્યું છે કે જો સાધુ ખૂબ જ સાવધાની સાથે ચાલે છે, રખે કોઈ જીવની હિંસા ન થઈ જાય. છતાં કોઈ જીવ પગ નીચે આવી જાય છે તો પણ તે સાધુ અહિંસક કહેવાય છે. - જ્યારે બીજો સાધુ બેદરકારીથી ચાલ્યો જાય છે. નશીબજોગે એક પણ જીવની હત્યા થતી નથી છતાં તે ષકાયનો હિંસક ગણાય છે. આ બધા દૃષ્ટાંતો ઉપરથી એટલું સુનિશ્ચિતપણે તારવી શકાય છે કે માણસની બાહ્ય પ્રવૃત્તિથી ધર્મ કે અધર્મનો નિર્ણય કરી શકાય નહિ. પરંતુ તેના અંતરના આશય ઉપરથી જ તેના ધર્માધર્મનો નિશ્ચય કરી શકાય. દેખીતો હિંસક પણ અહિંસક હોઈ શકે ! દેખીતો હિંસક પણ ક્રૂર હિંસક હોઈ શકે! આ જ વાત જિનપૂજા નિમિત્તક હિંસા કરનાર પૂજકના અંગે વિચારવાની છે. આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ જિનપૂજા કરવા માટે ઉત્સુક બન્યો છે. અસીમ ઉપકારીના ઉપકારોથી યાદને જીવંત બનાવવા માટે જ એના અંગે પુષ્પોની અર્ચના કરીને અભૂતપૂર્વ આનંદ માણી રહ્યો છે. જેને જાગ્યો છે પાપનો ભય.. જેને જાગી છે પાપના નાશની તીવ્ર કામના! અને એથી જ જે નિષ્પાપના શરણે દોડયો છે! પાપનાશ કરવા નિષ્પાપને સ્પર્શી રહ્યો છે... એ આત્મા કદી એવું ઈચ્છતો નથી, રે! કદી કલ્પતો પણ નથી કે હું પાણી પુષ્પ વગેરેના જીવોની હિંસા કરું એ તો કરવા ગયો છે પાપનાશનો ધર્મ! અને ત્યાં અડફેટમાં થઈ ગઈ છે જીવહિંસા! ઈચ્છા વિના કલ્પના વિના. તો શું તે પૂજકને જીવહિંસક કહી શકાશે? સર્વજીવોને હું અભયદાન દઉં એવું અભયસ્વરૂપ પરમાત્મા પાસે માંગવા જતાં કોક જીવોની હિંસા થઈ જાય છે તો શું હિંસાનો આશય ન છતાં તે હિંસાના પાપ તેને લાગી જાય! અને પૂજનનો ભાવ ઊછળવા છતાં પૂજાનું કોઈ ફળ નહિ? હિંસાના આશય વિનાનાને હિંસક કહેનારા બંધુઓ પૂજનના પૂર્ણ આશયવાળાને પૂજક કહેવા લાચાર છે? પૂજકને હિંસક કહેવો છે? અહિંસકને પૂજક નથી કહેવો? રે! શહેરોમાં આગ લાગે છે ત્યારે મ્યુનિસીપાલીટીના બંબા ભયની ઘંટા વગાડતાં પૂરપાટ વેગે જાહેર રસ્તા ઉપરથી દોડયા જાય છે. ઘંટા સહુને સૂચવે છે