________________
વીર ! મધુરી વાણી તારી
આજ્ઞાભક્તિ જ હોય તો ગચ્છના ગુરુસેવા, સ્વાધ્યાદિ વિશિષ્ટ લાભોને નજરમાં રાખીને ગોચરીના અલ્પ દોષને ક્ષત્તવ્ય ગણીને પણ ગચ્છમાં રહેવાની જે જિનાજ્ઞા છે તેની ભક્તિ પ્રતિ કેમ ઉપેક્ષા કરી? આ ઉપેક્ષા જ સૂચવી જાય છે કે ત્યાં જિનાજ્ઞાભક્તિ નથી પણ “સ્વમતિ' કલ્પના જ પ્રધાન બીના છે.
વર્તમાન દુઃષમાકાળની કાળઝાળ જડવાદની આગની વચ્ચે રહીને પણ આત્માનું ઉત્થાન કરતી જિનાજ્ઞાને આપણે જીવંત રાખવી હોય તો સ્વમતિકલ્પનાને બાર ગાઉના નમસ્કાર કરવાના જ રહેશે. કોઈ પણ એકાંગી દેખીતા લાભને નજરમાં લાવી દઈને જો ઉત્સુક બનીને કાંઈ પણ કરી બેસશું તો જિનાજ્ઞાને જે ધક્કો પડશે એ એવો ભયાનક ધક્કો હશે કે જેની કલ્પના પણ આપણે નહિ કરી શકીએ. લોક ગતાનગતિક છે. “આગે સે ચલી આતી હૈ” કરીને જે ચીલો પડયો તેની ઉપર એ ચાલ્યો જ જશે, કશું સમજ્યા વિચાર્યા વગર...
અનુબંધના અહિતોનો લેશ પણ વિચાર ક્યા૪ વગર કોઈ પણ “નવું' કરી દેવાની પ્રવૃત્તિ આપણા હાથે ન પડી જાય એ ખૂબ જ આવશ્યક છે.
ભલે કદાચ દેખાતું આભાબ્રાહ્ય-ખોટું પણ જૂનું ન તોડી શકાય, એવા ખોટા પડેલાં ચીલા વેરવિખેર કરીને ભૂંસી ન શકાય - એ કામ તો સમર્થ પુણ્યવાન મહાત્માઓના છે. પરંતુ આજ્ઞાબાહ્ય-ખોટું “નવું કાંઈક પણ આપણે કરી ન બેસીએ એ આપણા હાથની જ વાત છે. એમાં કોઈ વિશિષ્ટ સામર્થ્યની જરૂર જ નથી. એમાં તો જોઈએ છે ભવભીરુતા.... અને આજ્ઞાભંજનના જાણ્યે અજાણ્યે થતાં પાપના ભયંકર પરિણામોની જાણકારી. | છિન્નભિન્ન થઈ રહેલાં જિનશાસનને વધુ છિન્નભિન્ન થવા ન દેવું હોય તો એ જિનશાસનના ઉત્કર્ષના સ્વમતિકલ્પિત ભ્રમના વમળોમાં આપણે કદી ન ફસાઈએ. અને એ માટે આપણે સહુ આમરણ પ્રતિજ્ઞા કરીએ કે આપણે સહુ જિનાજ્ઞાના પરમકલ્યાણકર છત્ર નીચે જ સદા રહીશું.
જિનાજ્ઞા પાલન અને છેવટે જિનાજ્ઞા પ્રત્યેની અવિહડભક્તિ એ જ વર્તમાનકાળની મોટામાં મોટી શાસનસેવા છે.
સ્વમતિકલ્પિત પ્રવૃત્તિ એ વર્તમાનકાળનું શાસનની કુસેવાનું ભયાનકમાં ભયાનક પાપ છે.
બળતું ઘર ન જ ઠારી શકાય તો કાંઈ નહિ. વધુ તો ન જ બાળવું જોઈએ. આ સ્થિતિમાં આ જ આપણી શાસન-સેવા! આવી ભાવનાને જીવનમાં જીવંત બનાવે