________________
IL
૮૨
વીર ! મધુરી વાણી તારી
મહાદેવની સ્વાભાવિક વિશુદ્ધિનું અચિન્ય બળ :
શ્રીશાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં ભગવાન્ હરિભદ્રસૂરિજીએ તો કહ્યું છે કે પરમાત્મા વીતરાગ છતાં એના આરાધકોને સ્વર્ગ અને અપવર્ગ આપે છે અને એ જ પરમાત્મા વીતદ્વેષ છતાં એની વિરાધના કરનારને નારક અને નિગોદના અખાડામાં ધકેલી મૂકે છે.
આ નિરુપણ પણ ઉપર કહ્યા મુજબ ઔપચારિક સમજી લેવું.
વીતરાગ-વીતદ્વેષ પરમાત્મા કદી કોઈ ઉપર રીઝતા નથી અને રીસાતા પણ નથી. પરંતુ તે પરમાત્મ સ્વરૂપનો સ્વભાવ જ એવો છે કે જેઓ તેની આરાધના કરે તેને અપૂર્વ અભ્યદય જ થાય અને અત્યંત સુંદર અપવર્ગની પ્રાપ્તિ પણ થઈ જ જાય. અને જેઓ તેની અનારાધના કે વિરાધના કરે તે બધાયની ઉપર દુર્ગતિના અને દુઃખોના પહાડોની ભેખડો તૂટી પડે.
શાથી આમ બનતું હશે? એમ મને ન પૂછશો. એક જ ઉત્તર છે સ્વભાવ. સ્વભાવ' તેને જ કહેવાય જ્યાં બીજો કોઈ હેતુ-તર્ક ચાલી શકે જ નહિ.
તમને જ હું પૂછું છું કે શાથી અગ્નિ ઠંડીનો નાશ કરતો હશે? શાથી હિમ વાતાવરણને ઠંડુગાર બનાવતો હશે? શાથી મરચું તીખું જ લાગતું હશે ? અને સાકર ગળી જ લાગતી હશે?
શાથી ગાયના દૂધનું દહીં બની શકતું હશે? અને શાથી ઊંટડીના દૂધનું દહીં કદી નહિ જ બની શકતું હોય?
શાથી સૂર્ય પ્રકાશ દેતો હશે? ચન્દ્ર શીતલતા દેતો હશે? છે કોઈ ઉત્તર હેતુગમ્યબુદ્ધિગમ્ય તમારી પાસે? હોય તો એક જ ઉત્તર છે- સ્વભાવ તે તે વસ્તુનો તેવો તેવો જ સ્વભાવ! આથી આગળ વધીને બીજું કાંઈ જ તમે કહી શકો તેમ નથી.
આ જ રીતે વીતરાગ-પરમાત્માનો તેવો જ સ્વભાવ કે તેના આરાધકો ઉપર તે પ્રસન્ન ન થાય અને તો ય પ્રસાદફળ સુખ પામી જ જાય; અને તેના અનારાધકો કે વિરાધકો ઉપર તે નારાજ ન જ થાય અને તો ય નારાજીનું ફળ દુઃખ પામી જ જાય. જે ભજે તે જ પામે
અહીં એક વાતનું સૂચન કરી દેવાનું ખૂબ જ આવશ્યક લાગે છે કે અગ્નિનો સ્વભાવ ટાઢ ઉડાવાનો છે એનો અર્થ એ નથી કે જગતના સર્વ જીવોની-અગ્નિની