________________
વીર ! મધુરી વાણી તારી
૭૭
છેદપરીક્ષા - ક્રિયાવાદઃ
કષ શુદ્ધ શાસ્ત્ર તો મોક્ષના એક માત્ર હેતુભૂત બનતા વિધિ અને પ્રતિષધોનું જ્ઞાન કરાવ્યું. પરંતુ એકલા જ્ઞાનમાત્રથી કેમ ચાલે? દિલ્હી જવાની ઈચ્છાવાળા એક માણસને દિલ્હી શહેરના જ્ઞાનમાત્રથી ન ચાલે. દિલ્હી જવાનો રસ્તો પણ દેખાડવો પડે.
અહીં પણ વિધિ-પ્રતિષેધ બતાડ્યા પછી એ વિધિ અને એ પ્રતિષેધને સંપૂર્ણ રીતે સંગત રહે તેવા તેમના ઉપાયભૂત અનુષ્ઠાન (ક્રિયા) પણ દેખાડવા જોઈએ. શાસ્ત્રમાં જો જીવહિંસાનો પ્રતિષેધ કહ્યો અને ધ્યાન તપનો વિધિ કહ્યો તો હવે સાધકના જીવનની સાધના પણ એવી જ બતાડવી જોઈએ કે જે સાધના આ વિધિ પ્રતિષેધને અનુકૂળ બનતી હોય; પ્રતિકૂળ ન જ થતી હોય.
એટલે જે શાસ્ત્રમાં વિધિ-પ્રતિષેધને અનુકૂળ બનતો ક્રિયામાર્ગ બતાડવામા આવ્યો હોય તે શાસ્ત્રરૂપી સુવર્ણ લગડી છેદ પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થઈ ગઈ છે એમ કહી શકાય.
આ ઉપરથી એમ કહી શકાય કે જે શાસ્ત્રમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વગેરે ક્રિયાવાદ નિરુપવામાં આવ્યો હોય તે શાસ્ત્ર જ છેદશુદ્ધ કહેવાય; કેમકે આ ક્રિયાવાદ પૂર્વોક્ત વિધિપ્રતિષેધને સંપૂર્ણ રીતે અનુકૂળ બને છે. આવું છેદશુદ્ધ શાસ્ત્ર તો શ્વેતામ્બર માન્ય આગમશાસ્ત્ર જ બની શકે.
દિગંબર માન્ય શાસ્ત્રો ભલે કષશુદ્ધ હોઈ શકે છે; પરંતુ છેદશુદ્ધ તો નહિ જ બની શકે કેમકે તેમણે જીવહિંસા પ્રતિષેધ અને શુભધ્યાન-વિધિ બતાડ્યા હોવા છતાં એ બે ય ને અનુકૂળ બને તેવી જે આહાર-ગ્રહણની ક્રિયા છે કે જેમાં વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણની અનિવાર્ય રીતે જરૂર છે તેનો નિષેધ કરી દીધો છે! એઓ વસ્ત્ર, પાત્રાદિને રાખવામાં જ પાપ માને છે અને તેથી ગૃહસ્થના ઘરમાં જઈને ઊભા ઊભા બે અંજલિમાં જ બધું અન્નપાન લે છે. પાણિપાત્રી તરીકેનો અતિશય તર્થકરોને હોય છે. દિગમ્બર સાધુઓને તો તેવો અતિશય હોતો નથી એટલે હાથમાં લીધેલું; ઘણું અંગ ઉપરથી રેલાતું-પડતું નીચે રાખેલી કુંડીમાં પડે છે.
આવા એંઠામાં અસંખ્યજીવોની ઉત્પત્તિ અને નાશ થાય છે. વળી જે વસ્તુ તેઓ હાથમાં લે છે તેને ખુલ્લી કરીને તેઓ જોઈ શકતા નથી એટલે તે વસ્તુમાં સંભવિત ત્રસ જીવોની પણ ભોજન દ્વારા હિંસા થઈ જાય છે !
આમ પિડુગ્રહણની એમની ક્રિયાનું વિધાન જ એવું છે જે જીવહિંસા પ્રતિષેધને