________________
વીર ! મધુરી વાણી તારી
પૂર્ણજ્ઞાન તો જ્ઞાનાવરણના પૂર્ણ નાશથી ઉત્પન્ન થાય છે. શયનખંડના ઘનઘોર અંધકારમાં સ્વીચ દબાવતાં જ ચાલીસ વોલ્ટનો ગ્લોબ પ્રકાશ પ્રકાશ કરી મૂકે છે તેમ.
જે આત્માઓ રાગાદિદુર્ભાવોના નાશની ટોચ-સાધનાનું એવરેસ્ટ શિખર સર કરે છે. એઓ વીતરાગતાના ભાવે તો આંખના પલકારા જેટલા સમયમાં જ જ્ઞાનાવરણીયકર્મના સર્વ પ્રકારના આવરણોને ભડકે જલાવી દઈને સર્વજ્ઞ-સર્વદર્શી બને છે.
આંખ સામે પડેલા મોટા અરીસામાં જોતાંની સાતે એક સાથે અનેક વસ્તુઓ દેખાય છે, એ અનેક વસ્તુઓનું જ્ઞાન થાય છે તેમ સર્વજ્ઞત્વના આરીસામાં સર્વકાળના સર્વ દ્રવ્યો અને સર્વપર્યાયો પ્રતિબિંબિત થાય છે અને સઘળું ય દ્રવ્યપર્યાયમય જગત દેખાવા લાગે છે.
નાડીના ધબકારાના બળે વેદ્યો પેટનું અલ્સર જોઈ લે છે.
પ્રચારના બળે ધરતીના ખેડૂઓ, દોડયા આવતા જલભર્યા વાદળોની વાત કહી દે છે.
કુંડલિના ગણિતબળે જ્યોતિષીઓ વ્યક્તિનું ભાવી બોલવા લાગે છે. યોગબળે યોગીઓ અગમનિગમની સચોટ આગાહીઓ કરી દે છે.
પીટર હરકોસ ઘરમાં બેઠો બેઠો નાસતા ફરતી ડાકુઓની ટોળીને જોતો જોતો તેનું હુબહૂ વર્ણન કરે છે.
જેની ડિકસન દૂર બેઠી બેઠી ગાંધી અને કેનેડાના ખૂનના દૃશ્યો જોઈને ચીસ પાડી ઊઠી હતી. આબુની ગુફામાં વતા યોગીઓ દેશવિદેશની વાતો કરતા હતા.
કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજે દેખાતા કોલસાના ઢગમાં સુવર્ણના સાચા દર્શન કર્યા હતા. સ્થૂલભદ્રજીએ મિત્રના સ્તંભમાં નિધાનો છુપાયેલા જોયાનું સાંભળ્યું છે.
જો આ રીતે જ્ઞાાવરણાદિ કર્મોના વિશિષ્ટહાસથી વિશિષ્ટ જ્ઞાન થાય તો એ કર્મોના પૂર્ણનાશથી પૂર્ણજ્ઞાન કેમ ન થાય?
અલ્પજ્ઞાની સર્વજ્ઞતાની વાતોને ન કલ્પી શકે એ તદ્દન સાચી વાત છે. કેમ કે એ છે કુવાનો દેડકો. સાગરની લંબાઈ પહોળાઈ અને ઊંડાઈને એ કયાંથી કલ્પી શકે ? અને જો કદાચ કલ્પશે તો યે કેટલી કલ્પી શકશે? હા. સાગરની વાતો કરનારા